Tuesday, November 29

ગિરનાર પરિક્રમામાં આવેલા વધુ ૩ પરિક્રમાર્થીઓનાં મૃત્યું

0

ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં આવેલા વધુ ૩ ભાવિકોની તબીયત નાદુરસ્ત થતા તેઓનાં મૃત્યું થયા છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર પાટણ જીલ્લાનાં ચાણસ્મા ગામનાં સુરેશભાઈ બબલભાઈ પટેલ(ઉ.વ.પપ) પરિક્રમા દરમ્યાન બોરદેવી પાસે લખનગીરી બાપુનાં ધામે જતા હતા તે દરમ્યાન અચાનક છાતીમાં દુઃખાવો થતા તાત્કાલીક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ ત્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યું થયું છે. ત્યારે અમરેલીનાં ધારી ગામનાં પાંચાભાઈ નાથાભાઈ હડેત્રા(ઉ.વ.પપ)ને પરિક્રમા દરમ્યાન હાર્ટએટેક આવી જતા તેનું મૃત્યું થયું છે. ત્યારે મૂળી તાલુકાનાં ખપાડીયા ગામનાં અજાભાઈ સતાભાઈ બાવળીયા(ઉ.વ.પર)ને પરિક્રમા દરમ્યાન ભવનાથ ખાતે ચકર આવતા પડી જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેનું મૃત્યું થયું છે.

error: Content is protected !!