રોજ મોટી સંખ્યામાં ભક્તો થઈ રહ્યા છે રસ તરબોળ
ખંભાળિયાના બંગલા વાડી વિસ્તારમાં આવેલી ઔદિચ્ય ગોહિલ વાડી બ્રહ્મ સમાજની વાડી ખાતે ગત સોમવારથી શ્રીમદ ભાગવત સપ્તાહનો મંગલ પ્રારંભ થયો છે. અહીંના જાયન્ટસ ગ્રુપ સાથે હિન્દુસ્તાન સ્કાઉટ એન્ડ ગાઈડ તેમજ જિલ્લા હોમગાર્ડ આયોજિત આ ભાગવત સપ્તાહમાં મૂળ સોડસલાના વતની અને હાલ ડોમ્બિવલી રહેતા શાસ્ત્રીજી વિજયભાઈ ભટ્ટ તેમની સંગીતમય શૈલીમાં શ્રોતાઓને રસ તરબોળ કરાવી રહ્યા છે. આ ભાગવત સપ્તાહની સાથે અહીં સર્વરોગ નિદાન કેમ્પ, નેત્ર કેમ્પ, ડાયાબિટીસ અને બ્લેક પ્રેશર કેમ્પ, સહિતના જુદા જુદા સેવા કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે. આ સાથે “બેટી બચાવો બેટી પઢાવો” જેવા પ્રોજેક્ટનું પણ આયોજન આવકારદાયક બની રહ્યું છે. આ ભાગવત સપ્તાહમાં ગુરુવારે ચોથા દિવસે પૂર્વ કેબિનેટ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા તેમજ દ્વારકાના નીલેશભાઈ માણેક વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેનું જાયન્ટસ ગ્રુપના પ્રમુખ હેલીબેન ખેતીયા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અહીંના સેવાભાવી દિલીપભાઈ વ્યાસ, બિનલબેન જાેશી, રવિભાઈ દવે, ઇલાબેન વાઢેર વિગેરે દ્વારા આ આયોજન માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.