જૂનાગઢના ગાંધી ચોકમાં આવેલા કોંગ્રેસ કાર્યાલયે ગઈકાલે સવારે કાર્યકારી પ્રમુખ અમિત પટેલના અભિવાદન કાર્યક્રમ વખતે વોર્ડ નં.૧૩નાં કાર્યકર કરશન સોલંકીએ જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જાેષી સામે બેફામ આક્ષેપબાજી શરૂ કરી તમે ટિકીટ વેચો છો એમ કહીને ભારે હોબાળો મચાવ્યો હતો. આથી મનોજ જાેષીએ પોલીસ બોલાવી તેને હવાલે કરી દીધો હતો. જાેકે બાદમાં બંને વચ્ચે સમાધાન થયુ હતું. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહાનગર પ્રમુખ મનોજ જાેષી ખુદ વોર્ડ નં. ૧૧ માંથી ચૂંટણી લડી રહ્યા છે. આથી કાર્યકારી પ્રમુખ તરીકે અમિત પટેલની નિમણુંક કરવામાં આવી છે. તેમના અભિવાદન સમારોહમાં ચૂંટણી પ્રભારી પુંજાભાઇ વંશ, હીરાભાઇ જાેટવા, કોર્પોરેટર મંજુલાબેન પરસાણા, અશરફભાઇ થઇમ સહિતના અનેક આગેવાનો કાર્યાલયે ઉપસ્થિત હતા. એ વખતે વોર્ડ નં. ૧૩માં રહેતા કરશન સોલંકી નામના કાર્યકરે એવો આક્ષેપ કર્યો હતો કે, મનોજ જાેષી પૈસાની લેતી દેતી કરીને ટિકીટો ફાળવી રહ્યા છે તેવો આક્ષેપ કર્યો હતો અને ભારે હોબાળા સાથે ધક્કામુક્કી કરી મનોજ જાેષી અને કરશન સોલંકી આમને સામને આવી ગયા હતા. દરમ્યાન પોલીસને પણ બોલાવવામાં આવતા પોલીસે કરશન સોલંકીની અટક કરી હતી. દરમ્યાન મનોજ જાેષીએ કરશન સોલંકી વિરૂધ્ધ બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.