હરીગીરીને ગેંગને બચાવવા નીકળેલ ગિરીશ કોટેચાનું આખું ઘર મનપાની ચૂંટણીની ટિકીટ માંગે છે : મહેશગીરી

0

ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરીએ ગઈકાલે રાણપુર ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી અને જેમાં હરીગીરી તેમજ તેની ગેંગના અનેક કરતુતોને ખુલ્લા કરવામાં આવ્યા હતા. આ સાથે જ જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા સામે પણ વધુ એકવાર ગંભીર આક્ષેપો કરી અને સણસણતું નિવેદન આપ્યું હતું કે, હરીગીરીને બચાવવા નીકળેલા ગિરીશ કોટેચાનું આખું ઘર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટેની ટિકીટ માંગવા નીકળ્યું છે તેવો આક્ષેપ કર્યો હતો. વધુમાં ગિરીશ કોટેચાને આડેહાથ લઈ જણાવ્યું કે જૂનાગઢન ગિરીશ કોટેચા મારા ધરમકરમની વાત કરવા લાગ્યો. તેનું આખું ઘર ટિકિટ માગવા ગયું છે ત્યારે હું ભાજપને કહીશ કે બીજા ઘણા ઉમેદવાર છે, જૂનાગઢને આનાથી મુક્ત કરો, ભ્રષ્ટાચારી ગિરિયો આ હરિગિરિ અને તેની ગેંગને બચાવવા માટે નીકળ્યો છે. મારા ઉપર દોણેશ્વર અને અન્ય સહી સિક્કાઓના આક્ષેપો કરે છે, પણ મેં તમામ જવાબો આપી દીધા છે, ગિરીશ કોટેચા તું પ્રૂફ કરને તેવો પડકાર પણ ફેંકયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢમાં ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરના મહંત તનસુખગિરિ બાપુ લાંબી બીમારીના અંતે ખાનગી હોસ્પિટલમાં ૧૯ નવેમ્બર, ૨૦૨૪ના રોજ દેવલોક પામ્યા હતા. એ બાદ તનસુખગિરિ બાપુની તેમના નિવાસ ભીડભંજન મંદિર ખાતે સનાતની પરંપરા મુજબ સમાધિ અપાઈ હતી. જાેકે સમાધિ યાત્રા દરમ્યાન જ ગાદીને લઈ વિવાદ શરૂ થયો હતો. આ વિવાદમાં એક તરફ ભવનાથ મંદિરના મહંત હરિગિરિ મહારાજ, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ, તનસુખગિરિ સાથે રહેતા યોગેશપુરી, કિશોરભાઇ વગેરે છે. તો સામે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગિરિ બાપુ છે. બન્ને પક્ષકારો વચ્ચે ગાદીને લઇને આક્ષેપ પ્રતિ આક્ષેપ થઇ રહ્યા છે.

error: Content is protected !!