ખંભાળિયા પોલીસનું “તેરા તુજકો અર્પણ…” પાંચ આસામીઓના મોબાઈલ ફોન શોધી અપાયા

0

ખંભાળિયા પોલીસ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબૂત રાખવા સાથે નગરજનોની સેવા અર્થે પણ કાર્યરત છે. ત્યારે જુદા-જુદા પાંચ આસામીઓના ગુમ થયેલા મોબાઈલ શોધીને મૂળ માલિકને પરત અપાવ્યા હતા. ખંભાળિયાના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા આ વિસ્તારમાંથી કેટલાક આસામીઓના ગુમ થયેલા મોબાઈલ તેમજ ચીજ વસ્તુઓ શોધી અને પરત અપાવવા માટે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં સર્વેલન્સ સ્ટાફના કોન્સ્ટેબલ કાનાભાઈ લુણા દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરીને વુમન પોલીસ કોન્સ્ટેબલ કાજલબેન કોબિયા દ્વારા ટેકનોલોજી સાથે કરવામાં આવેલી કાર્યવાહીમાં જુદા જુદા પાંચ આસામીઓને તેમના ગુમ થયેલા મોબાઈલ પરત અપાવ્યા હતા. આમ રૂા. ૬૫,૫૦૦ ની કિંમતના પાંચ મોબાઈલ જે-તે મૂળ માલિકને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ તળે સોંપવામાં આવ્યા છે. જે મેળવીને આસામીઓએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યવાહી અહીંના ઇન્ચાર્જ એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ ખંભાળિયાના પી.આઈ. સરવૈયા અને ટીમને ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

error: Content is protected !!