માંગરોળ તાલુકાના લોએજ ગામમાં તા.૩૧-૧-૨૦૨૫ને શુક્રવાર, મહા સુદ બીજના રોજ સ્વ.ભીખનભાઈ નથુભાઈ નંદાણિયા(ઉ.વ.૯૦)નું દુઃખદ અવસાન થયેલ છે, જેઓ નારણભાઈ ભીખનભાઈ નંદાણિયા તેમજ રામભાઈ ભીખનભાઈ નંદાણિયાના પિતાશ્રી થાય છે. તેમજ દિનેશભાઈ સોલંકીના દાદા સસરા થાય છે. ઉપરોક્ત ચક્ષુદાન શીલ આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા હેમલભાઈ નંદાણિયાના પરિવારથી થયેલ છે. આ તકે તેમના પરિવાર દ્વારા મૃતકના બંન્ને ચક્ષુનું દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી આથી લોએજ ગામના રાણાભાઈ ચાંડેરાએ શિવમ્ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રીને જાણ કરતા રહિજ ગામના હરદિપસિંહ જેઠવાએ મૃતકના બન્ને ચક્ષુ લઈ મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને દિવ્યેશભાઈ ઘેરવડા દ્વારા પહોંચાડવામાં આવ્યાં હતાં. ચક્ષુદાન લેતી વખતે ધર્મેશભાઈ ચાંડેરાએ જરૂરી મદદ અને સહયોગ આપ્યો હતો.આ સમયે તેમના પરિવારજનો તેમજ ગોવિંદભાઈ જેઠાભાઈ નંદાણિયા,દિનેશભાઈ સોલંકી,હેમલભાઈ લખમણભાઈ નંદાણિયા અને ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ચક્ષુદાનનો સ્વિકાર અરુણભાઈ સોલંકી અને ભરતભાઈ ભાદરકા દ્વારા કરવામાં આવ્યો હતો. નંદાણિયા પરિવારે ચક્ષુદાનનો આ પ્રેરણાદાયી ર્નિણય લઈને બે દ્રષ્ટિહીન બાંધવોને દ્રષ્ટિ આપવાનું પુણ્યનું કાર્ય કરીને સમાજને નવો રાહ ચિંધેલ છે તેમના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ.ભીખનભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે.