૧૯૬૯થી સતત પ્રગતિશીલ સફર એ દર્દીનો હોસ્પિટલ પ્રત્યેનો ભરોસો વ્યકત કરે છે : વૈશ્વિકસ્તરે વર્ષ ર૦૩૦ સુધીમાં કેન્સરના ર.૪૬ લાખ નવા કેસોની સંભાવના યુ.આઇ.સી.સી. દ્વારા રજુ કરેલ છે
સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ૬ દાયકાથી સમાજમાં કેન્સર પ્રત્યેની જાગૃતિ અને ભય દુર કરવાના ઉતમ ઉદેશ્ય સાથે “વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે ૪ ફેબુ્રઆરીના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદેશ્ય સમાજમાં કેન્સર પ્રત્યેની જાગૃતિ અને ભય દુર કરવાનો છે. જેના માટે રાજકોટ કેન્સર સોસાયટી સતત કાર્યશીલ અને સંવેદનશીલ છે. સંપૂર્ણં અત્યાધુનિક-સુવિધાસંપન્ન અને કેન્સરના નિપુર્ણં તજજ્ઞોની ટીમ સાથે શ્રેષ્ઠ સારવાર પુરી પાડવી એજ રાજકોટની નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલનો મુખ્ય ધ્યેય છે. જેને આપણે “રાજકોટ કેન્સર સોસાયર્ટી ના નામથી ઓળખીયે છીએ. રાજકોટ કેન્સર સોસાયટીની સ્થાપના ૧૯૬૯માં કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદેશ્ય જરૂરીયાતમંદ અને ઓછી આવક ધરાવતા દર્દીઓને વ્યાજબી ભાવે ગુણવત્તાયુકત સારવાર પુરી પાડવાનો છે તેમ “વિશ્વ કેન્સર દિવર્સ નિમીતે આયોજીત પત્રકાર પરિષદમાં રાજકોટ કેન્સર સોસાયટીના મેડીકલ ડાયરેકટર ડો.ખ્યાતી વસાવડાએ માહિતી આપતા જણાવેલ. ડો.ખ્યાતી વસાવડાએ વધુમાં જણાવેલ કે, કેન્સરના દર્દીઓ રાજકોટ કેન્સર સોસાયટી ખાતે સારવાર લેવાનું પસંદ કરે છે જેનું મુખ્ય કારણ છે કે કેન્સર માટેની સંપુર્ણ સારવાર એકછત્ર હેઠળ પુરી પાડવામાં આવે છે, તથા અનુભવિ અને નિષ્ણાંત તબીબોની ટીમ ઉપલબ્ધ છે, અતિ આધુનિક સાધનો અને સુવિધા ઉપલબ્ધ છે આ ઉપરાંત હુંફાળુ, હકારાત્મક અને પારિવારીક વાતાવરણ દર્દીઓ અનુભવે છે જે કેન્સરને હરાવવા માટે પર્યાપ્ત છે.તથા જયારે દર્દીને કેન્સર માલુમ થાય ત્યારે ફકત દર્દી જ નહીં પરંતુ તેનો પરિવાર પણ માનસીક અને આર્થિક રીતે કપરી પરિસ્થિતીનો સામનો કરતા હોય છે તેવા સમયે પણ રાજકોટ કેન્સર સોસાયટી તેમને તબીબી અને પારિવારીક ટેકો પુરો પાડે છે. રાજકોટ કેન્સર સોસાયટી ખાતે કેન્સરને થતું અટકાવવાના ઉપાયથી લઇને કેન્સરનાઅતિ ગંભીર દર્દીઓની પીડારહિત સારવાર કરી તેના જીવનની ગુણવત્તા સુધારવાના પ્રયાસો કરવામાં આવે છે. આ વર્ષની વિશેષ થીમ છે “ેંદ્ગૈં્ઈડ્ઢ મ્રૂ ેંદ્ગૈંઊેંઈ” જેની વિશ્વસ્તરે ત્રણ વર્ષ સુધી ઝુંબેશ ચાલશે જેનો મુખ્ય ઉદેશ્ય એ છે કે કેન્સરગ્રસ્ત દર્દીનાનિદાન અનેસારવારથી વધુ દર્દીનાવ્યકિતગત અનુભવો, લાગણીઓ અને આકાંક્ષાઓ ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કરવું. કારણ કે દરેક વ્યકિતની વિશિષ્ટતાઓ અલગ હોય છે તેથી ફકત તેમની તબીબી અથવા માનસિક સ્વાથ્યની સ્થિતીઓ ઉપરાંત તેને વ્યકિત તરીકે ઓળખવા એ આ ઝુંબેશનો મુખ્ય હેતુ છે. દર્દીની સારવારની સફર અલગ અલગ હોય શકે પરંતુ તેનુ લક્ષ્ય ફકત કેન્સરને હરાવવાનું છે તેથી અનન્ય પરંતુ સંયુકત રહી લક્ષ્ય પ્રાપ્ત કરવા આ વિશેષ થીમ પ્રોત્સાહન પ્રદાન કરે છે. છેલ્લા ર વર્ષમાં રાજકોટ કેન્સર સોસાયટી એ કેન્સરનાનિદાન અને સારવારમાં હરણફાળ ભરેલ છે જેમાં કેન્સરને થતું અટકાવવાના પ્રયત્નો તથા તેની આંતરરાષ્ટ્રીય પધ્ધતી મુજબની સારવાર કરવામાં આવે છે. હાલમાં રોજના કેન્સરના ૧ર થી૧પ ઓપરેશન, ૧૦૦ જેટલી કિમોથેરાપી અને ૨૦૦ જેટલા રેડીએશન(શેક) આપવામાં આવે છે. તાજેતરમાં જ આ હોસ્પિટલને એન.એ.બી.એચ.દ્વારા પ્રમાણીત કરવામાં આવેલ છે જે દર્દીની સારવાર માટે ઉચ્ચગુણવત્તા, સલામતી અને નિરંતર સુધારણા નિશ્ચિત કરે છે. આ ઉપરાંત ેંૈંઝ્રઝ્ર(યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ)માં પણ સભ્યતામેળવવા પહેલ કરેલ છે. તથા કુંડારીયા કેન્સર પ્રીવેન્સન ફાઉન્ડેશન કેન્સરનીજાગૃતિ ફેલાવવા માટે રાજકોટ કેન્સર સોસાયટીના એક ભાગરૂપી કાર્યરત છે. રાજકોટ કેન્સર સોસાયટીની વર્ષ ૧૯૬૯માં કિશાનપરા ચોકમાં નાના હોસ્પિટલની શરૂઆતથી લઇ આજે હનુમાન મઢી ચોક નજીક ૮ માળની હોસ્પિટલ સુધીની સફર દર્દીઓનો હોસ્પિટલ પ્રત્યેનો ભરોસો વ્યકત કરે છે. જે રાજકોટ કેન્સર સોસાયટી હંમેશા અકબંધ રાખશે અને કેન્સર સામેની લડત લડતી રહેશે. આ પત્રકાર પરિષદમાં રાજકોટ કેન્સર સોસાયટીના મેડીકલ ડાયરેકટર ડો.ખ્યાતી વસાવડા, ચેરમેન, ગવર્નીંગ કાઉન્સીલના સભ્યો અને ડોકટરો ઉપસ્થિત રહેલ હતા.