આ સમૂહ લગ્નમાં બે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ સહિતની ૨૫ દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે
જૂનાગઢ એટલે નરસૈયાની નગરી જ્યાં ભજન, ભોજન અને હરિહરનો નાદ સંભળાય છે ૩૩ કોટી દેવતાઓની તપની ભૂમિ જ્યાં ડાલામથા સિંહની ડણકો પણ સંભળાય છે અને ગરવા ગિરનાર ઉપર “માં ભગવતી અંબા”ના બેસણા છે આવી પવિત્ર ભૂમિ ઉપર, ગુજરાતના સીમાડા વટાવી અને વિદેશમાં પણ જેની સેવાકીય પ્રવૃત્તિઓની નોંધ લેવાય છે જે હંમેશા દાતાઓના સહકાર થકી જૂનાગઢમાં આ સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આગામી તા.૯ ફેબ્રુ.ને રવિવારના રોજ ભવનાથ ક્ષેત્રમાં સનાતન હિંદુ ધર્મશાળામાં બે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ સહિત કુલ ૨૫ દીકરીઓના સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. હાલ આ પ્રસંગને દીપાવવા માટે તળામાર તૈયારી ચાલી રહી છે. આ સંસ્થા છેલ્લા ૪૨ વર્ષથી સેવાકીય ક્ષેત્રે ખૂબ જ સારૂ કામ કરે છે. આજે માનવસેવાનો પયો એટલે સત્યમ સેવા યુવક મંડળ ગણાય છે. જેના પ્રમુખ મનસુખભાઈ વાજા અને તેની પૂરી ટીમ નવ લોહિયા યુવાન પણ ન કરી શકે તેવી સેવાકીય પ્રવૃત્તિ કરે છે. જેમાં કોઈ પણ જાતના જ્ઞાતિના ભેદભાવ વગર આ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ લગ્નમાં દીકરીઓને દાતાઓના સહકારથી ભરપેટે ૧૦૦થી પણ વધુ કરિયાવરની વસ્તુઓ આપીને પ્રભુતાના પગલા પાડશે. આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં કુલ ૨૦૦૦ જેટલી દીકરીઓને કરિયાવર આપી સાસરે વળાવેલ છે. કોરોના સંક્રમણ વખતે પણ એવી જ અનેરી સેવાકીય પ્રવૃત્તિ કરેલ હતી. આ સમૂહ લગ્નમાં આશીૅવચન માટે પૂજ્ય શ્રી શેરનાથબાપુ, પૂજ્ય શ્રી મુક્તાનંદબાપુ, પૂજ્ય શ્રી રામ મનોહર દાસજી વિગેરે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કમિશ્નર ડો.ઓમ પ્રકાશ, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, હર્ષદભાઈ મહેતા, ડીવાયએસપી હિતેશભાઈ ધાંધલીયા, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, કિરીટભાઈ રાણીંગા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢમાં છેલ્લા ૪૨ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓની વણજાર સાથે પોતાનું માનવસેવા એ જ પ્રભુ સેવાના મંત્ર સાથે ઉત્તરદાયિત્વ નિભાવે છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગા સંબંધીઓ માટે ભોજન, ચા, પાણી, નાસ્તો, દરરોજ ગાયનેક વિભાગમાં પ્રસૂતા બહેનો માટે ચોખા ઘીનો સીરો વિગેરે દરિદ્ર નારાયણની સેવારૂપ યજ્ઞ ચલાવે છે. તેમજ સંસ્થાના મકાનમાં કોમ્પ્યુટર વર્ક, સીવણ વર્ગ, વિદ્યાર્થીઓને દર વર્ષે સસ્તા દરે નોટબુક વિતરણ, પાણીનું પરબ, ઉનાળામાં છાશ વિતરણ કેન્દ્ર, દર વર્ષે સર્વજ્ઞાતિય વિદ્યાર્થી સન્માન સમારોહ, અંધ દીકરીઓના ઉત્કર્ષ માટેની વિવિધ હરીફાઈઓ યોજવી, પ્રજ્ઞાચક્ષુ દીકરીઓની સંસ્થા ચલાવવી ઉપરાંત વૃદ્ધાશ્રમ ચલાવવા, દર મહિને જરૂરિયાતમંદ, વિધવા ત્યક્તા ઓને અનાજ કિટનું વિતરણ આવી અનેક પ્રકારની સેવાકીય અખંડ જ્યોત સમી પ્રવૃત્તિઓની વણજાર આ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે. તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ૩૯માં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખેલ છે. આ માંગલિક સમૂહ લગ્નના પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, મનીષભાઈ લોઢીયા, મુકેશગીરી મેઘનાથી, બટુક બાપુ, કે.કે. ગોસાઈ, ચંપકભાઈ જેઠવા, મનહરસિંહ ઝાલા, પ્રવીણભાઈ જાેશી, રાજેન્દ્રભાઈ ચુડાસમા, દયાબેન માણેક, જયાબેન પરમાર, સરોજબેન જાેષી, મનોજભાઈ સાવલિયા, મનોજભાઈ રાજા વિગેરે સેવાભાવીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.