મેં યુવક સાથે મારામારી કરી નથી : એએસઆઈ મેવાડા
જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશનના એએસઆઈ અવિનાશ મેવાડાએ લઘુમતી મુસ્લિમ યુવકને માર મારતા સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. યુવાને પ્રાથમિક સારવાર માંગરોળ સિવિલમાં અને ત્યારબાદ જુનાગઢ વધુ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બાબતે મુસ્લિમ યુવકે એએસઆઈ મેવાડા વિરૂદ્ધ કાયદાકીય પગલા લેવા ફરિયાદ કરી છે. આ બાબતે એએસઆઈ મેવાડા તેમના બચાવમાં જણાવે છે કે મેં યુવક સાથે મારામારી કરી નથી. જોકે અગાઉ ૨૦૨૦ મા લોકડાઉન સમયે પણ એક મુસ્લિમ યુવકને મેવાડાએ ઢોર માર મારતા છ મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ બાબતની પીડીત યુવક પાસેથી જાણવા મળતી વિગતો એવી છે કે માંગરોળના નાગદા વિસ્તારમાં રહેતા યુનૂસ સુલેમાન કાલવાતે જણાવ્યું હતું કે તેઓએ ઈબ્રાહીમભાઈ પાસેથી બોલેરો ખરીદય હતો જેમાં બાકીના ૧૬ હજાર ચુકતે કરીને લખાણ કરવાનું હતુ. પરંતુ સામેવાળી વ્યક્તિએ પોલીસ લાગવાગ કરીને પોલીસમાંથી ફોન કરાવી મને ડરાવવાની કોશિશ કરી હતી. પીડિત યુવકે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, આ બાબતે માંગરોળ પોલીસના એએસઆઇ મેવાડાએ મને ફોન કરીને પોલીસ સ્ટેશને આવવાનું કહ્યુ ત્યારે હૂં પોરબંદર જતો હતો તો પોલીસે મને લાઈવ લોકેશન નાખવાનું દબાણ કર્યું. એ પછી બીજા દિવસે ફરી પોલીસમેન મેવાડાએ મને ફોન કરીને માંગરોળ પોલીસ સ્ટેશનમાં બોલતા હું ત્યાં ગયો અને મેં કહ્યું કે હું પૈસા આપવા તૈયાર છું પરંતુ મને લખાણ કરી આપો. આ યુવકે આક્ષેપ કર્તા વધુમાં જણાવ્યું હતું કે મેવાડાએ મારી કોઈ પણ વાત સાંભળવાનો ઈન્કાર કરી મારા માથાના વાળ ખેંચીને મારા માથામાં ઘૂસતા મારવા લાગ્યો હતો મને માથામાં, પેટમાં અને કમરમાં ઘુસતા અને લાતો મારી પૈસા આપી દેવા દબાણ કર્યું હતું. મેવાડાની બાજુમાં ઉભેલા સાહેબે કહ્યું કે મારામારી ના કરો છતા તેમણે મને બેરહેમીપૂર્વક માર મારતા મારી હાલત ગંભીર બની ગઈ હતી. એ પછી મને ત્યાંથી મારા સંબંધીઓ મને ઘરે લઈ ગયા ત્યા મને ઉલ્ટીઓ થવા લાગતાં મને માંગરોળ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા. ત્યાંથી મને જુનાગઢ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. મારા માથામાં સોજા આવી ગયા છે. આ બાબતે અમે માંગરોળ પોલીસમાં ફરિયાદ કરી પરંતુ કોઈ પણ અમારી ફરીયાદ લેવા આવ્યા નહી. હાલ હું જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છું અને જુનાગઢ પોલીસે મારૂ નિવેદન લેધુ છે. આ લખાય રહ્યું છે ત્યારે યુવકને વધુ સારવાર માટે રાજકોટ જઈ રહ્યા હોવાનું તેઓના સંબંધીઓ એ જણાવ્યું છે. આ ઘટના બાબતે એએસઆઈ અવિનાશ મેવાડાએ તેમના બચાવમાં જણાવ્યું હતું કે મેં એમની સાથે કોઈ મારામારી કરી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષથી માંગરોળ લધુમતી સમુદાયના લોકો ઉપર પોલીસના દમનના કીસ્સાઓમા નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે. અગાઉ ૨૦૨૦ લોકડાઉન સમયે પણ એએસઆઈ મેવાડાએ માંગરોળના મુસ્લિમ યુવકને બીડી તંબાકુ બાબતે ઢોર માર મારતા છ મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.