વોર્ડ નં.૧, ર, ૬માં ચૂંટણી થશે : વોર્ડ નં.રમાં ૧ બિનહરીફ : વોર્ડ નં.૩, ૪, પમાં બિનહરીફ થયા
બાંટવા પાલિકામાં ૬ વોર્ડ અને ર૪ સભ્યોના ચૂંટણી માટે ફોર્મ ભરાયા હતા. જેમાં વોર્ડ-૧માં ૪ સીટો, વોર્ડ-રમાં ૩ સીટ, વોર્ડ-૬માં ૪ સીટોમાં ચૂંટણી યોજાશે. જેમાં વોર્ડ-૩, ૪, પ ત્રણેયમાં અને બધા બિનહરીફ થતા ૧ર સભ્યો થયા. વોર્ડ-રમાં ૧ સીટ બિનહરીફ થતા ટોટલ ૧૩ સીટો બીજેપીનો વાવટો ફરકયો છે. બાંટવા પાલિકામાં વોર્ડ-૧, ર, ૬માં બાકી રહેલ ૧૧ સીટો માટે ચૂંટણી થશે. બાંટવા પાલિકામાં માત્ર કોંગ્રેસ-ભાજપ વચ્ચે બાકી રહેલા સભ્યોની ચૂંટણી થશે. ભાજપને બિનહરીફ કરવા એમએલએ અરવિંદભાઈ લાડાણી સહિત તમામ ભાજપ આગેવાનો વધુમાં વધુ બિનહરીફ કરાવવા અને સત્તા કબ્જે કરવા જહેમત ઉઠાવી રહ્યા છે. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૯૯પ થી ર૦રપ સુધી એકધારી ૩૦ વર્ષ ભાજપનું શાસન રહ્યું છે ત્યારે હાલ તેમાં ૧૩ સીટો બિનહરીફ થઈ ચુકી છે. સત્તા મળવામાં નજીક પહોંચી ગયા છે. ભાજપ ઉમેદવારો જાેવાની ખુબી એ છે કે માણાવદરમાં એકપણ સીટ બિનહરીફ થઈ. ૭ વોર્ડને ર૮ ઉમેદવારોની ચૂંટણી યોજાશે.