જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની મહેનત રંગ લાવી : ગુજરાતમાં જૂનાગઢ જિલ્લામાં બાંટવા નગરપાલિકા સૌપ્રથમ બિનહરીફ : ૨૪ સીટોમાંથી ૧૫ ઉમેદવારો બિનહરીફ

0

જિલ્લા ભાજપના અધ્યક્ષ કીરીટ પટેલ અને બાંટવા ભાજપ આગેવાનોની મહેનત રંગ લાવી છે. બાંટવા નગરપાલિકાના પ્રતિષ્ઠા ભર્યા જંગમાં ભાજપ વોર્ડ નં.૧, ૨, ૩, ૪ આખી પેનલ બિનહરીફ વિજયી થઈ છે. ભાજપના ચાણક્ય મહાનુભાવોએ ખેલ પાડી દીધો. બાંટવા નગરપાલિકામાં મતદાન પહેલા જ કોંગ્રેસની હાર થઈ છે. જૂનાગઢ જિલ્લાની બાંટવા નગરપાલીકાની ચૂંટણીમાં મ્ત્નઁના વિજયના શ્રી બાંટવા નગરપાલીકાની ૧૫ બેઠકો બિનહરીફ થઈ છે. ૧. ગીતાબેન રમણીકભાઈ મકવાણા, ૨. ર્નિમળાબેન તુલસીપરી ગૌસવામી, ૩. કનુભાઈ રામદેભાઈ સોલંકી, વોર્ડ નં-૩ ૧. કુસુમબેન કિરીટભાઈ રાઠોડ, ૨.રસીલાબેન ગોવિંદભાઈ પરમાર, ૩. હીરીબેન જિવાભાઈ કોડીયાતર, ૪. ધીરજલાલ ખીમજીભાઈ કણસાગરા, વોર્ડ નં-૪ ૧. દિપ્તીબેન રણજિતભાઈ વાઢેર, ૨.ગીતાબેન ભરતભાઈ ગુરબાણી, ૩. સુનીલકુમાર પીતાબંરદાસ જેઠવાણી, ૪. રામભાઈ સેજાભાઈ ગરચર, વોર્ડ નં-૫ ૧. ગીતાબેન રણજિતભાઈ ડોડીયા, ૨.લીલાબેન પાંચાભાઈ વાઢેર, ૩. અમિતસિંહ રામસિંહ હેરમા, ૪.હિમતસિંહ માનસિંહ નકુમ આ બધા ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજયી જાહેર થયા છે. કોંગ્રેસમાં સોંપો અને ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. આ વેળાએ ભાજપ આગેવાનો જિલ્લા ભાજપ મંત્રી જીવાભાઈ કોડીયાતર પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ કણસાગરા ગણપતભાઈ મોરી પાર્ટીના અન્ય આગેવાનો કાર્યકર્તા શહેર ભાજપ આગેવાનો દ્વારા સતત દિવસ રાત મહેનત આખરે રંગ લાવી હતી. જેને નગરપાલિકા ચૂંટણીમાં સૌ પ્રથમ કમળને ખીલતા કોઈ અટકાવી શક્યું ન હતું અને વોર્ડ નં.૧ થી ૪માં ભાજપે જીત હાંસલ કરી હતી. બાંટવાના ભાજપના અગ્રણીઓ અને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલના સતત માર્ગદર્શનથી ભાજપને ઉમદા પરિણામ મળ્યું છે.

error: Content is protected !!