જૂનાગઢ મહાનગરપાલિકાની આવતીકાલે ચૂંટણી : પર બેઠક માટે ૧૬પ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા

0

આવતીકાલે રવિવારે સવારે ૭ વાગ્યાથી સાંજના ૬ કલાક સુધી મહાનગરપાલિકા જૂનાગઢ માટે રપ૧ મતદાન મથકો ઉપર મતદાન થશે

જૂનાગઢવાસીઓ જેની રાહ જાેઈ રહ્યા હતા તે ઘડી અને અવસર આવતીકાલે આવી રહ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકાની આવતીકાલે ચૂંટણી હોય સવારે ૭ વાગ્યાથી સાંજના ૬ સુધી વિવિધ મતદાન મથકો ઉપર મતદાન કરવામાં આવશે અને આ ચૂંટણીને લઈને તડામાર તૈયારીને ઓપ આપવામાં આવી રહ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ૬૦ બેઠક પૈકી ચૂંટણી પહેલા જ વોર્ડ નં.૩ અને વોર્ડ નં.૧૪ની બેઠકો કુલ ૮ ભાજપને બિનહરીફ થઈ હતી અને ચૂંટણી પહેલા જ ભાજપે ૮ બેઠકોની જીતનું ખાતું ખોલાવી લીધુ હતું. દરમ્યાન આવતીકાલે બાકી રહેલી કુલ પર બેઠક ઉપર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભાજપના પ૧, કોંગ્રેસના ૪૯, આમ આદમી પાર્ટીના ૩૦, બસપાના ૪, ઓલ ઈન્ડિયા મજલીસ પાર્ટીના ૪ અને૧૮ અપક્ષ સહિત કુલ ૧૬પ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાવાની છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાને લઈ આ ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વહિવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જૂનાગઢ જીલ્લાની ૬ નગરપાલિકાની આવતીકાલે ચૂંટણી
જૂનાગઢ જીલ્લાની ૬ નગરપાલિકાની પણ આવતીકાલે ચૂંટણી યોજાનાર છે જે અંગે પણ તૈયારીને આખરી ઓપ અપાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ જીલ્લાની કુલ ૬ નગરપાલિકામાં ચૂંટણી યોજાનાર છે. જેમાં વંથલીની ર૪ બેઠક માટે પપ ઉમેદવાર, માણાવદરની ર૮ બેઠક માટે ૬૯ ઉમેદવાર, બાંટવાની ૧૧ બેઠક માટે ૩ર ઉમેદવાર, વિસાવદરની ર૪ બેઠક માટે ૭૧ ઉમેદવાર, ચોરવાડની ર૪ બેઠક માટે પ૦ ઉમેદવાર અને માંગરોળની ૩ર બેઠક માટે ૧૦૧ મળીને કુલ ૧૪૩ બેઠક માટે ૩૭૮ ઉમેદવારો વચ્ચે તીવ્ર સ્પર્ધા છે.

error: Content is protected !!