સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમાના પિતા કાનાભાઈ હીરાભાઈ ચુડાસમાનું દૂ:ખદ અવસાન : બેસણું

0

તા.૫ ને બુધવારના રોજ સોમનાથ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના પિતાશ્રી કાનાભાઈ હીરાભાઈ ચુડાસમાનું દૂ:ખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૮ ને શનિવારના રોજ સવારે ૯ થી સાંજે ૫ કલાક સુધી રાખેલ છે. સામાન્ય રીતે મુત્યું પામ્યાથી ઉત્તરક્રિયા સુધી દરરોજ બેસણું રાખવામાં આવતું હોય છે. સમાજમાં સમય અને આર્થિક રીતે લોકોને હાલાકી ભોગવી પડતી હોય છે માટે સમાજમાં એક ઉપદેશ રૂપી અમારા સ્વજનનું બેસણું એક જ દિવસ રાખવામાં આવેલ છે. તેમની ઉત્તરક્રિયા ફાગણ-સુદ ૧૧ને સોમવારને તા.૧૦ના દિવસે ટુકા સમયમાં રાખવામાં આવેલ છે. આ ઉપદેશ સાથે સોમનાથ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા સમાજમાંથી કુરીવાજ દૂર થાય અને સમાજને એક સાચો ઉપદેશ મળે તે હેતુથી એક પહેલ કરવામાં આવી છે.

error: Content is protected !!