ખંભાળિયામાં આવેલા એક કબ્રસ્તાન અને સ્મશાન વચ્ચે નજીકની જગ્યામાં રહેલા કચરા તેમજ સૂકા ઘાસમાં ગઈકાલે શુક્રવારે બપોરે એકાએક આગ લાગી હતી. આ અંગેની જાણ અહીંના ફાયર વિભાગને કરવામાં આવતા જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર ટીમના જવાનોએ તાત્કાલિક ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી જઈ, અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાની કે નુકસાની થવા પામી નથી. આગનું કોઈ ચોક્કસ કારણ પણ બહાર આવ્યું નથી.