દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવી રહેલા પી.એસ.આઈ. તેજલ ચુડાસમા, મનીષ મકવાણા તેમજ આકાશ બારસીયાને તાજેતરમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની બઢતી મળી છે. જેને અનુલક્ષીને શુક્રવારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તેમજ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા પીપીઈંગ સેરીમની યોજીને ઉપરોક્ત ત્રણેય અધિકારીઓને નવા હોદ્દા મુજબ સોલ્ડર બેઝ પહેરાવીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.