કાયમચૂર્ણના સંશોધક વૈદ્ય રસિકભાઈ શેઠની પૂણ્યતિથીએ પુત્ર કમલેશભાઈ શેઠ દ્વારા વૃક્ષારોપણ

0


દેશ વિદેશમાં લોકપ્રિયે એવું કાયમચૂર્ણના સંશોધક વૈદ્ય રસિકભાઈ શેઠની ૪પમી પૂણ્યતિથીએ તેમના પુત્ર કમલેશભાઈ શેઠ દ્વારા ૪૫ વૃક્ષોનું વૃક્ષારોપણ ગ્રીનસીટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ માટે તેઓએ ગ્રીનસીટીને ૧ લાખ ૩૫ હજારનો ચેક અર્પણ કર્યો હતો. પુત્રી કૌશીકાબેન પ્રદીપભાઈ મહેતા દ્વારા ૧૧ વૃક્ષોનું વૃક્ષારોપણ ગ્રીનસીટી દ્વારા કરવામાં આવ્યું હતું. ગ્રીનસીટીના પ્રણેતા અને રસિકભાઈ શેઠના નાના પુત્ર દેવેનભાઈ શેટ દ્વારા શેઠ બ્રધર્સના તમામ કર્મચારીઓના હસ્તે શેઠ બ્રધર્સની ફેકટરી પાસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ દેવેનભાઈના પુત્ર વેદાંત શેઠના હસ્તે દરેક કર્મચારી ભાઈઓને પેન્ટ-શર્ટની જાેડી તથા બહેનો કર્મચારીઓને પુત્રવધુ મીલી શેઠના હસ્તે સાડી આપીને સ્વર્ગસ્થ રસિકભાઈ શેઠને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. દેવેનભાઈ શેઠએ જણાવ્યું હતું કે આજે અમો જે કાંઈ છીએ એ માતા માલતીબેન તથા પીતા રસિકભાઈ શેઠના આશીર્વાદ થકી છીએ અને તેઓના આશીર્વાદના કારણે જ અમો સૌ ભાઈ-બહેન સદકાર્યો કરી શકીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે શેઠ બ્રધર્સના દરેક ભાઈઓ દ્વારા ગ્રીનસીટી સંસ્થાને દર વર્ષે મોટી રકમનું અનુદાન કરવામાં આવે છે. આ વૃક્ષારોપણ પ્રસંગે શેઠ બ્રધર્સ પરિવારના દરેક ભાઈઓ હાજર રહ્યા હતાં.

error: Content is protected !!