ફુલડોલ ઉત્સવ આરતી બોપરે ૧:૩૦ કલાકે તેમજ ઠાકોરજી સંગ ફુલડોલ ઉત્સવની ઉજવણી બોપરે ૨:૩૦ સુધી કરાશે
યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી૧૪ ફેબ્રુઆરીના સવારે પુનમ તેમજ બોપરે ફુલડોલ ઉત્સવની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવશે. જગતમંદિરમાં હોળી ફુલડોલ ઉત્સવ દરમ્યાન ઠાકોરજીના દર્શન સમયમાં જરૂરી ફેરફાર નોંધાયો છે. જે અનુસાર આગામી તા.૧૪-૦૩-૨૦૨પ ને શુક્રવાર ફાગણ સુદ પૂનમના રોજ મંગલા આરતી સવારે ૬:૦૦ કલાકે યોજાશે. અનોસર બપોરે ૧:૦૦ કલાકે ફુલડોલ ઉત્સવ આરતી બપોરે ૧:૩૦ કલાકે તેમજ ઠાકોરજી સંગ ફુલડોલ ઉત્સવની ઊજવણી બપોરે ૨:૩૦ સુધી કરાશે. બાદ સાંજે ૫ સુધી મંદિર બંધ રહેશે જયારે સાંજનો ક્રમ નિત્યક્રમાનુસાર રહેશે. હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં હોળી ફુલડોલ ઉત્સવ ઉજવવામાં આવનાર હોય લાખો ભાવિકો અનેરા ઉત્સાહ સાથે હજારો ભાવિકો દ્વારકા પધારનાર હોય તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે સુગમતાભરી વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.