દ્વારકાધીશ જગતમંદિરે કાળિયા ઠાકોર સાથે ભાવિકો રંગે રંગાયા

0

શ્રીજીને રંગોની પોટલી સાથે ચાંદીની પીચકારી ધારણ કરાય : ફુલડોલ સુધી ઉત્સવ ઉજવાશે

દ્વારકાધીશ જગતમંદિરે વસંતત્રૂંતુંના અનેરા વધામણા રૂપે કાળિયા ઠાકોરને શિંગાર તથા સંધ્યા આરતીમાં શ્રીજી તેમજ ભાવિકોને પુજારી પરીવારે અબિલ ગુલાલના રંગોથી રમાડ્યા. ઠાકોરજીને ચાંદીની પિચકારી તેમજ અબિલ-ગુલાલના પોટલી ધરાવવામાં આવી હતી. ઠાકોરજી સંગ ભાવિકો રંગે રંગાયા હતા. ઠાકોરજીને બન્ને આરતી સમયે અબીલ- ગુલાલની પોટલી ધરી તેમાથી ફુલડોલ સુધી રોજ દર્શનાથી ભાવિકોને નિજ સભા મંડપમાં રંગે રમાડાશે હોળાષ્ટકનો પ્રારંભ થતા શ્રીજીને અબિલ ગુલાલની પોટલી ધરી નિજ મંદિર પટાગણમાં દર્શનાથીઓને ઠાકોરજીના પ્રસાદ રૂપે રંગોથી રમાડાયા હતા. કાળિયા ઠાકોરને રંગોની પોટલી ધરી ચાંદીની પીચકારી ધારણ કરાય તેમા કેસુડાનો રંગ ભરી શ્રીજીને ફુલડોલ ઉત્સવ ઉજવાય છે. ભાવિકો ઠાકોરજીના સનમુખ સામે રંગોથી રંગાઇ ભાવવિભોર બન્યા હતા.

error: Content is protected !!