જૂનાગઢ બસ સ્ટેશન સામેના પ્રિઝમ કોમ્પ્લેક્સ પાસે કોર્ટનો સ્ટે હટતા દબાણ દૂર કરાયું

0

જૂનાગઢના બસ સ્ટેશનના સામેના પ્રિઝમ કોમ્પ્લેક્સ પાસે કરાયેલું અંદાજીત ૫૦ ફૂટ જેટલું દબાણ દૂર કરાયું છે. કોર્ટનો સ્ટે હટી જતા મનપાએ કાર્યવાહી કરી છે. જૂનાગઢ શહેરમાં જાહેર રસ્તા નજીક કરેલા અને લોકો-વાહન ચાલકોને અડચણરૂપ હોય તેવા દબાણો દૂર કરવા કમિશનર ડો. ઓમ પ્રકાશે સૂચના આપી હતી. બાદમાં ડીએમસી એ.એસ.ઝાપડા, ડીએમસી ડી.જે. જાડેજાના માર્ગદર્શનમાં દબાણ હટાવ શાખા દ્વારા આવા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ રહી છે. દરમ્યાન બસ સ્ટેશન સામેના પ્રિઝમ કોમ્પ્લેક્સ પાસે પણ દબાણ કરી લેવાયું હતું. આ અંગે ફરિયાદ થઇ હતી બાદમાં કોર્ટમાં મામલો જતા કોર્ટે સ્ટે આપ્યો હતો. જાેકે, હવે સ્ટે પણ હટી ગયો હોવાનું જાણવા મળતા મનપાની દબાણ હટાવ શાખની ટીમ જેસીબી સાથે ત્રાટકી હતી અને દબાણ હટાવની કામગીરી કરી હતી. અહિં અંદાજે ૫૦ ફૂટથી પણ વધુ દબાણને દુર કરાયું હતું.

error: Content is protected !!