હોળી ધૂળેટી તથા રમઝાન તહેવાર સબબ પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુ.બી. રાવલ તથા પી.એસ.આઇ. એચ.એસ.ભુવા તથા બી.કે.રાઠોડ તેમજ સર્વેલન્સ સ્કોડ તથા અન્ય સ્ટાફ દ્વારા શિવ ચોકી, વડલા ચોક, મેઈન બજાર, મોટા કોળી વાડા, દરજીવાડા, કુંભારવાડા તેમજ મંદિર પરીસર આજુબાજુના વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ હતું.