શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૧૧-૦૩-૨૦૨૫ને મંગળવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ દાદાને કલરફૂલ વાઘા ધરાવી સેવંતિના મીક્સ ફુલો અને રંગબેરંગી કાપડનો દિવ્ય શણગાર ધરાવાયો હતો. આજે સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સવારે ૦૭:૦૦ કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે અનેક હરિભક્તોએ દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. સાથોસાથ મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે દાદાના વિશેષ શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, સાળંગપુરમાં હનુમાનજી મંદિર ખાતે રંગોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તે અંતર્ગત દાદાને વિશેષ શણગાર અને ભોગ ધરાવવામાં આવી રહ્યા છે. આજે દાદાના સિંહાસને કાપડ અને સેવંતીના ફુલનું ડેકોરેશન કરાયું છે. દાદાને પહેરાવેલા પંચરંગી વાઘા રાજકોટમાં એક અઠવાડિયાની મહેનતે બનાવવામાં આવ્યા છે. આજે ૧૧થી વધારે ઓર્ગેનિક કલર દાદાને ધરાવવામાં આવ્યા છે.