પૂર્વ દરવાજાથી જાેધાભા ચોક તરફ જવાનો રસ્તો બેરીગેટ મુકી ચાલીને જતા લોકો માટે બંધ કરાયો હતો : ૧૦૦ જેટલા વેપારીઓએ દુકાનો બંધ કરી રસ્તા ઉપર રામધુન બોલાવી હતી : શોશ્યલ મિડીયામાં અહેવાલ વહેતા થતા તંત્રએ રસ્તો ખોલ્વો પડ્યો
યાત્રાધામ દ્વારકામાં હોળી ફુલડોલના તહેવાર ટાણે પોલીસ તંત્રની મનમાનીના કારણે ૧૦૦ જેટલા વેપારીઓએ પોતાની દુકાનો ધંધારોજગાર બંધ કરી રોડ ઉપર રામધુન બોલાવાની ફરજ પડી હતી. દ્વારકા જગત મંદિર પુર્વ દરવાજા તરફથી જાેધાભા માણેક ચોક તરફ ચાલીને જવા આવવા માટેના રસ્તા ઉપર પોલીસ તંત્રએ બેરીગેટ મુકી રસ્તો બંધ કરી નખાતા ત્યાના વેપારીઓમાં ભારે રોષ વ્યાપ્યો હતો. ત્યાના વેપારીઓએ એકસંપ થઇ તંત્રની મનમાની હોવાથી પોતાની દુકાનો ધડાધડ બંધ કરી દેવાઇ હતી. એટલું જ નહી પોતાના બંધારોજગાર બંધ કરી રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને રામધુન બોલાવી હતી. તે અહેવાલો શોશ્યલ મિડીયામાં વહેતા થતા પડધા પડ્યા હતા. પોલીસ તંત્રની મનમાન ન ચાલી અને વેપારીઓની માંગ સ્વીકારી આખરે ત્યાં બેરીગેટ હટાવી રસ્તો ખોલ્વો પડ્યો હતો.