ગુજરાતમાં હાલમાં જ સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ ગઈ છે અને ત્યારબાદ ગુજરાત પ્રદેશ ભાજપા એ દરેક જિલ્લા મહાનગરના સંગઠન પ્રમુખો જાહેર કર્યા છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની ચુંટણી ભાજપે સંપૂર્ણ બહુમતીથી જીતી છે ત્યારે ગાંધીનગર ખાતે પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકરજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, મંત્રી મુળુભાઈ બેરા, રાઘવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, હર્ષભાઈ સંઘવી, પ્રફુલભાઈ પાનસેરિયા, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, કિરીટસિહ રાણા, યોગ બોર્ડના ચેરમેન શિશુપાલજી સાથે જૂનાગઢ મહાનગરના નવનિયુક્ત પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, ધારાસભ્ય સંજય કોરડીયા, પૂર્વ પ્રમુખ પુનિત શર્મા નવનિયુક્ત મેયર ધર્મેશ પોશિયા, ડે. મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી તથા દંડક કલ્પેશ અજવાણીએ શુભેચ્છા મુલાકાત કરી હતી તેમ મિડિયા વિભાગના સંજય પંડ્યાની યાદી જણાવે છે.