જૂનાગઢના દરિયા કિનારે પ્રતિ વર્ષ વાવાઝોડા જેવી સંભવિત અસરો સામે નાગરિકો સચિત અને સાવજ બને અને આપત્તિ વ્યવસ્થાપનથી તાલીમ બંધ થઈ મુશ્કેલીઓને હળવી કરે તે દિશામાં તંત્ર દ્વારા સુંદર આયોજન
રાહત નિયામકની કચેરી મહેસૂલ વિભાગ ગાંધીનગરના સહયોગથી જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢના આયોજિત આપત્તિ વ્યવસ્થાપન અંગે ત્રિદિવસીય વર્કશોપ માંગરોળ મામલતદાર પરમારનાં માર્ગદર્શન તળે માંગરોળ તાલુકાના લોએજ મુકામે યોજાયો હતો. જેમાં લોએજ એને આસપાસનાં ગામડાના અનેક લોકો આ તાલીમ કાર્યશાળામાં સહભાગી બન્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં ભાઈ-બહેનો આપત્તિ વ્યવસ્થાપન અંગેની ટ્રેનિંગ લીધી હતી. મામલતદાર પરમાર દ્વારા ગ્રામજનો ગ્રામજનોને કુદરતી આફતો સુનો સામનો કેવી રીતે કરવો તે બાબતે સમજૂત કર્યા હતા અને જણાવ્યુ હતું કે આવી ટ્રેનિંગ ખૂબ જ જરૂરી છે, આવી આપત્તિ ક્યારેક આપણી આપણી ઉપર કે આજુબાજુ આવી શકે તો આવી ટ્રેનિંગ ખૂબ જ અગત્યની બની શકે છે, કેમ્પમાં આગેવાન દાનાભાઈ ખાંભલા સહિત અનેક ગણમાન્ય આગેવાનો પણ જાેડાયા હતા, હાજર રહી ટ્રેનિંગ લીધેલ નાગરિકોએ ગૂજરાત સરકારનાં આપત્તિ વ્યવસ્થાપન તંત્ર મહેસુલ વિભાગ તેમજ જિલ્લા કલેકટર કચેરીના ઉપક્રમે યોજાયેલી આ આપત્તિ સામે કેવી રીતે સામનો કરી શકાય તેની તાલીમ ખરા અર્થમાં માંગરોળ અને દરિયાકાંઠાના વિસ્તારના ગ્રામજનોને ખૂબ જ ઉપયોગી પુરવાર થાય તેમ છે તેમ જણાવ્યું હતું, અકસ્માત કુદરતી આપત્તિ વગેરે નદી કૂવા તળાવમાં ડૂબતા લોકોને કેમ બચાવવા એવી તમામ બાબતની ચિંતા કરી ગુજરાત સરકાર દ્વારા ટ્રેનિંગ આપી રહી છે તેની સરાહના કરી હતી. કાર્યક્રમ સફળ બનાવવા માંગરોળ મામલતદાર કચેરી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ છે.