શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર દ્વારા આયુર્વેદનો પ્રચાર અને આયુર્વેદ સુધી લોકોને વ્યક્તિગત રસ લઈને લઈ જવા તેમજ આયુર્વેદનું મહત્વ સમજાવવું તથા આયુર્વેદના કેમ્પ ગોઠવી લોક ઉપયોગી થવું, સાથે સાથે અન્ય થતી વિવિધ સેવાકીય પ્રવૃતિની સવિશેષ નોંધ લઈને જૂનાગઢ આયુર્વેદ અધિકારી દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે. સન્માન સમયે જીલ્લા આયુર્વેદ અધિકારી ડો. ત્રિવેદી, ડો.પીઠીયા, ડો. કરંગીયા, ડો, દલાલ, ડો.જાેષી, ડો. અગ્રાવત, ડો. સોંદરવા સાથે જીલ્લા આયુર્વેદ શાખા સર્વે ડોક્ટરઓ તથા ખાખી મઢીના મહંતશ્રી સુખરામ બાપુ, જીલ્લા પંચાયત પ્રમુખ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં સન્માનિતત કર્યા છે એ બદલ શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર વતિ હૃદયથી આભાર માનેલ હતો.