ડીજે ના તાલ તો ક્યાંક દેશી તાલ સાથે રસ્તામાં રાસ રમતા નાચતા ભક્તિના રંગે રંગાઈ પદ યાત્રિકો દ્વારકાધીશના શરણે પહોચે છે
યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને ત્રણ દિવસ આડા છે. ત્યારે પદયાત્રિકો જય દ્વારકાધીશ જય કાળીયા ઠાકર ના નાદ સાથે મોટા ભાગના પદ યાત્રિકો દ્વારકા પહોચ્વા આવ્યા છે. દ્વારકા ચરકલા વચ્ચેના રસ્તામાં લાંબી કતારોમાં પદયાત્રીઓના સંઘ દ્વારકા તરફ પહોંચી રહ્યા છે. રસ્તાઓ આવતા સેવા કેમ્પોમાં નાચતા જુમતા શ્રધ્ધાળુઓ કાળિયા ઠાકોર સાથેની અતૂટ નાતાને જાળવી પગપાળા આવી રહ્યા છે. દર વર્ષે દ્વારકાધીશના દર્શને હોળી ઉત્સવે દર્શનનો અનેરો મહિમા છે. દર વર્ષે લાખો શ્રધ્ધાળુ દ્વારકા ફુલડોલ ઉત્સવ તહેવાર પર દર્શને આવે છે. દ્વારકામાં માનવ મહેરામણ ઉમટતું હોઈ છે. આ વર્ષે પણ ભક્તોએ પણ અડગ બની દ્વારકા તરફ પગ માંડી દીધા છે. ચાલીને આવતા યાત્રિકોને ધ્યાને લઇ તંત્ર પણ સાવચેતીના પગલાં લઇ રહ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. દ્વારકાધીશના નારા સાથે ભક્તો સેવા કેમ્પમાં રોકાઇ ડીજે ના તાલ તો ક્યાંક દેશી તાલ સાથે રાસ રમતા નાચતા જુમતા ભક્તિના રંગે રંગાઈ દ્વારકાધીશના શરણે આવી રહ્યા છે. સેવાભાવિ લોકોના ચા પાણી નાસ્તા આઇસ્કીમ, તરબુચ,ભોજન સહિત વગેરે કેમ્પોમાં ધમધમી રહ્યા છે. ઉપરાંત પદયાત્રીકો ભાવિકોને સેવાભાવિ લોકો ચાલું વાહનોમાં ચા નાસ્તા આઇસક્રીમ જેવી વિવિધ સેવાઓ કરી રહ્યા છે. હાલતો દ્વારકામાં ઉત્સવ પહેલા માનવ મહેરામણ ઉમટી પડ્યું છે.
યાત્રાધામ દ્વારકામાં હોળી-ફુલડોલ ઉત્સવને લઇ ચુસ્ત બંદોબસ્ત
Sp 1, Dysp 3, Pi 20, Psi 50, સહિત ૧૪૦૦ પોલીસ સ્ટાફનો બંદોબસ્ત મંદિર સહીત દ્વારકા શહેરમાં ગોઠવવામાં આવ્યો છે. યાત્રાધામ દ્વારકામાં હોળી ફુલડોલ ઉત્સવ ઉજવવા લાખો ભાવિકો આવનાર અનિર્છીય બનાવો ન બને સાવચેતી અને સલામતીના ભાગ રૂપે રેન્જ આ આઈજીના માર્ગદર્શન હેઠળ દેવભુંમી દ્વારકા જીલ્લાના પોલીસ વડા Sp 1, Dysp 3, Pi 20, Psi 50 એલસીબી, એસોજી, ડીસ્ટાફ, પોલીસ, તેમજ એસ આર પી, હોમગાર્ડ, જીઆરડી સહિતના ૧૪૦૦ જવાનોની ટુકડી દ્વારકાધીશ જગત મંદિર સહિત શહેરમાં જુદી જુદી જગ્યાએ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.