ગીર સોમનાથ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ કોડીનાર પોલીસ સ્ટેશનમાં આવનારા હોળી ધુળેટી અને જુમાની નમાઝના પર્વ નિમિતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કોડીનારના પી.એસ.આઇ. એચ.એલ. જેબલિયાનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલી શાંતિ સમિતિની મિટિંગમાં પી.એસ.આઇ. એચ.એલ.જેબલિયાએ આવનારા હોળી ધુળેટી અને જુમાની નમાઝનો પર્વ એક સાથે જ આવતો હોય આ પર્વ કોમી એકતા અને ભાઈચારા સાથે શાંતિપૂર્વક રીતે ઉજવણી કરવા અપીલ કરતા કોડીનારના હિન્દૂ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ હોળી ધુળેટી અને જુમાનો પર્વ ભાઈચારા અને કોમી એકતા સાથે શાંતિપૂર્ણ રીતે ઊજવવા તંત્રને સહકારની ખાત્રી આપી હતી. મિટિંગમાં પી.એસ.આઇ.એ. એચ.એલ.જેબલિયા દ્વારા તહેવારો નિમિતે સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવવા ખાતરી આપી હતી. આ શાંતિ સમિતિની મિટિંગમાં હાજી રફીકભાઈ જુણેજા, રમેશભાઈ બજાજ, પાલિકા સભ્ય નરેશભાઈ ડાભી, સૈયદ દાદાબાપુ કાદરી, જે.કે.મેર, કોંગ્રેસ પ્રમુખ કે.સી. ઉપાધ્યાય, એહમદભાઈ બેલીમ, યુસુફઅલી બેહરુની સહિત હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનો પત્રકાર મિત્રો સહિત હિન્દૂ-મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.