રવિવારે જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરે શ્રી હરીકૃષ્ણ મહારાજનો પાટોત્સવ ઉજવાશે

0

મંગળા આરતી, શણગાર, અન્નકુટ દર્શન, સત્સંગ સભા સહિતના કાર્યક્રમો

જૂનાગઢના જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આગામી તા.૧૬ માર્ચને રવિવારના રોજ શ્રી હરીકૃષ્ણ મહારાજનો ૧૬પમો વાર્ષિક પાટોત્સવ ઉજવાનાર છે. ગરવા ગિરનારની ગોદમાં ભગવાન સ્વામિનારાયણના સ્વહસ્તે પ્રસ્થાપિત અને સોરઠના સત્સંગીઓની આસ્થા ઉપાસના કેન્દ્ર સમાન સર્વોપરી તિર્થધામ જૂનાગઢમાં રાધારમણ દેવની સમીપે બિરાજમાન આરાધ્ય ઈષ્ટદેવ શ્રી હરીકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા વિધી શ્રી ગુણાતીતાનંદ સ્વામીના સંકલ્પથી આદિ આચાર્ય પ.પુ. રઘુવીરજી મહારાજએ સંપન્ન કરી તેને ૧૬પ વર્ષ પૂર્ણ થયે ૧૬પમો વાર્ષિક પાટોત્સવ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના રૂડા આર્શીવાદથી ફાગણ વદ-રતા.૧૬ માર્ચ રવિવારના રજ પુ. સ્વામી દેવનંદનદાસજીના માર્ગદર્શન હેઠળ ધામધુમથી પાટોત્સવ ઉજવાશે. મુખ્ય યજમાન પદે આનિ નાથજીભાઈ ઈચ્છારામ શુકલ તથા આનિ વસંતરાય કુવરજી મહેતાની પૂણ્ય સ્મૃતિમાં પાર્થ મિતેષ વસંતરાય મહેતા રહેશે. આ પાટોત્સવ દરમ્યાન રવિવારે સવારે પ:૩૦ કલાકે મંગળા આરતી ૬ કલાકે અભિષેક દર્શન સવારે ૮:૩૦ કલાકે શણગાર, અન્નકુટ દર્શન અને ૯ કલાકે જૂનાગઢ, વડતાલ, ગઢડા, ધોલેરા, અમદાવાદ, ભુજથી સદગુરૂ સંતો ઉપસ્થિત રહી આશિવર્ચન આપશે.રોશનીબેન ઘુચલા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તમામ ઉપસ્થિત મહેમાનોએ આ સંસ્થાની સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી. આ અનાજ, ખજુર, ધાણી, મમરા વિતરણ નાં પ્રસંગે અલગ અલગ જૂનાગઢનાં અને બહારગામથી દાતાઓનો પુરેપુરો સહકાર મળ્યો હતો. આ સેવાકીય કાર્યને સફળ બનાવવાં સંસ્થાનાં પ્રમુખ નરેન્દ્ર ઘુચલાએ જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!