વર્ષ ર૦રપનું પ્રથમ ખંડગાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહિ : શનિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો જાેવા મળશે

0

યુરોપ, ઉત્તર રશિયા, દક્ષિણ-પશ્ચિમ આફ્રિકામાં દેખાશે : ગ્રહણની અવધિ ૩ કલાક પ૩ મિનિટની રહેશે : સૂર્યગ્રહણ નરી આંખે જાેવું અતિ જાેખમી : ચંદ્ર કે સૂર્યગ્રહણની અસર માનવજીવન ઉપર પડતી નથી : અવકાશી ગ્રહણો પરિભ્રમણ, ભૂમિતિની રમત : રાજયમાં વિજ્ઞાન જાથા ગ્રહણની વૈજ્ઞાનિક સમજ આપશે

દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં શનિવાર તા. ર૯ મી માર્ચના રોજ ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો બનવાનો છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહિ જયારે યુરોપ, ઉત્તર રશિયા, દક્ષિણ-પશ્ચિમ આફ્રિકામાં આહલાદક જાેવા મળવાનું છે. આ ગ્રહણની અવધિ ૩ કલાક પ૩ મિનિટની રહેશે. જે પ્રદેશો-દેશમાં ખંડગ્રાસ ગ્રહણ જાેવા મળવાનું છે ત્યાં વૈજ્ઞાનિકો, ખગોળપ્રેમીઓ, જાગૃતો જાેવા માટે થનગની રહ્યા છે. સૂર્યગ્રહણ નરી આંખે જાેવું અતિ જાેખમી છે. રાજયમાં અવકાશી ગ્રહણ સંબંધી ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી લોકોને વૈજ્ઞાનિક સમજ આપી સદીઓ જુના વિચારોને તિલાંજલિ આપવા સંબંધી વાત મુકશે. જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે સંવત ર૦૮૧ ના ફાગણ કૃષ્ણપક્ષ વદ-અમાસને શનિવાર તા. ર૯ મી માર્ચ, ર૦રપ મીન રાશિમાં થનારૂં ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહિ. આ ગ્રહણ યુરોપ, ઉત્તર રશિયા, દક્ષિણ-પશ્ચિમ આફ્રિકામાં આહલાદક જાેવા મળવાનું છે. તેની અવધિ ૩ કલાક ને પ૩ મિનિટની રહેશે. ભારતમાં ભૂમંડલે ગ્રહણ સ્પર્શ : ૧૪ કલાક ર૦ મિનિટ ૪૩ સેકન્ડ, ગ્રહણ મધ્ય : ૧૬ કલાક ૧૭ મિનિટ ર૭ સેકન્ડ, ગ્રહણ મોક્ષ : ૧૮ કલાક ૧૩ મિનિટ ૪પ સેકન્ડ, ગ્રહણ પરમ ગ્રાસ : ૦.૯૩૬ રહેશે. જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયા વધુમાં જણાવે છે કે વિશ્વના ખગોળીય વૈજ્ઞાનિકો કે પ્રદેુશમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણની ખગોળીય ઘટના બનવાની તે વખતે દુલર્ભ તસ્વીરો, વિડીયોગ્રાફી અને તાપમાન, વાતાવરણ ભૌગોલિક ફેરફારો વિગેરેની સુક્ષ્મતમ માહિતી મેળવવા સંશોધનો કરે છે. ચોક્કસ જગ્યા માટે પડાપડી કરતા હોય છે. ભારતભરમાં ગ્રહણ સમયે વૈજ્ઞાનિક સમજ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સદીઓ જુની માન્યતાનું ખંડન સ્થળ ઉપર કરવામાં આવશે. લેભાગુઓના ફળકથનોની પ્રતિક હોળી કરવામાં આવશે. લોકોમાં માનસિક ભય-ડર દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવશે. પૃથ્વી ઉપર હજારો ચંદ્ર-સૂર્યગ્રહણો પસાર થઈ ગયા છે. માત્ર ખગોળીય ઘટના છે તેવું વિજ્ઞાનની મદદથી સાબિત કરવામાં આવશે. ભારતમાં સદીઓથી ગ્રહણ સમયે દાયકાઓ જુની રદ્દી દંતકથાઓ, માન્યતાઓ, પરંપરાઓનો આધાર મુકી માત્ર ને માત્ર ગુમરાહ કરવાનું કામ કરે છે. માનવીની કર્મકાંડ-ક્રિયાકાંડો, વૈધાદિ નિયમો સુતક-બુતક ઠોકી, શારીરિક-માનસિક, આર્થિક શોષણનું કામ લેભાગુઓએ ઉભું કર્યું છે. તેનાથી સાવધાન રહેવા જાથા ગામે ગામ જાગૃતિ અભિયાન ચલાવે છે. વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે કે ગ્રહો કે ગ્રહણો માનવજીવનને અસરકર્તા નથી કે જીવન પદ્ધતિ ઉપર કશી જ અસર કોઈપણ પ્રકારે થતી નથી છતાં ભારતમાં ગ્રહણ સમયે દાન-પુણ્ય, જપ-તપ, સ્નાન કરવું, રાશિ ફળકથનો અને દોષ નિવારણના નામે લેભાગુઓ છેતરપિંડીનું કામ કરે છે તેનો જાથા સદૈવ વિરોધ કરે છે. સદીઓથી લેભાગુઓના મિલાપીપણાના કારણે દેશમાં ગુમરાહ-ભ્રામકતા ફેલાવવાનું કામ જાેવા મળે છે. લેભાગુઓ પોતાની આજીવિકા-રોટલા માટે યેનકેન માનવીનું શોષણ કરે છે તેની સામે જાથા જાગૃતિ કાર્યક્રમો આપી નકારાત્મક, અવૈજ્ઞાનિક ફળકથનો, આગાહીઓની પ્રતિક હોળી કરે છે. જેથી જાથાએ સમગ્ર દેશમાં જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે. વિશેષમાં એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે પૃથ્વી ઉપર દર મિનિટે સારી-ખરાબ, શુભ-અશુભ, લાભ-નુકશાન, હોની-અનહોની ઘટના ભૌગોલિક પરિસ્થિતિ, પ્રાકૃતિક – કુદરતી, નિયમો અનુસાર બને જ છે તેને કોઈ અટકાવી શકતું નથી કે રોકી શકતું નથી. તેને જપ-તપ, અનુષ્ઠાન, પૂજાવિધિ કે અન્ય કોઈપણ પ્રકારના ક્રિયાકાંડોના ગતકડા, આશિર્વાદ કે કૃપાદ્રષ્ટિ સાથે કશી જ લેવા-દેવા નથી. લેભાગુઓ સદીઓથી નિરાધાર વાતો મુકી અમંગળ ઘટના બતાવી લોકોને મુર્ખ બનાવે છે. હોમ-હવન, જપ-તપ, અનુષ્ઠાન વિગેરેને અનુસરવું તે માનસિક અધ:પતન સાથે સમયની બરબાદી જ છે. ગ્રહણની જયોતિષીઓ દર્શાવે છે તેવી કોઈપણ ભૌગોલિક અસરો જાેવા મળતી નથી. તેની પાસે એક પણ વૈજ્ઞાનિક ઉપકરણ નથી. હંબક વાતો કરે છે. લોકોને ઉઠા ભણાવે છે. મંદિર-દેવસ્થાના બંધ રાખવા, ગોળાનું પાણી ફેંકી દેવું, રાંધેલું અનાજ, પથારીનો ત્યાગ કરવો વિગેરે વર્ષો પૂર્વે બોગસ કહાની- કથનો છે. તેને ગ્રહણ સાથે કશી જ લેવા-દેવા નથી. માનવીએ ચંદ્ર-મંગળ ઉપર પગ મુકી દીધો છે છતાં પણ ભારતમાં માનસિક નબળા લોકો ચંદ્ર-મંગળની વીંટીઓ, હાથના આંગળામાં પહેરી છિન્ન મનોવૃતિના દર્શન કરાવી તેના મંત્ર-જાપ કરી નંગની વીંટી પહેરી મુખાર્મીનું પ્રદર્શન કરે છે. જેનાથી જાથા દુ:ખી છે. રાજયમાં જાથાના વૈજ્ઞાનિક સમજ કાર્યક્રમો જિલ્લા મથકો રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, છોટા ઉદેપુર, ડાંગ આહવા, ગોધરા, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, હિંમતનગર, માણસા, રાજપીપળા, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ-ભુજ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગિર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, તાપી વ્યારા, મહીસાગર લુણાવાડ, ડીસા, ગાંધીધામ, અંજાર, ધોરાજી, ઉપલેટા, કેશોદ, મહુવા, કુંકાવાવ, બાબરા, લીંબડી સહિત અનેક તાલુકા મથકે અયાોજનની તૈયારી ચાલી રહી છે. જાથાના રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, ર્નિમળ મેત્રા, પ્રકાશ મનસુખભાઈ, ઉમેશ રાવ, રાજુભાઈ યાદવ, હસમુખ ગાંધી, અરવિંદ પટેલ, મથલ હુસેનભાઈ ખલીફા, નાથાભાઈ પટેલ, રાજકોટ ર્નિભય જાેષી, તુષાર રાવ, એડવોકેટ હર્ષાબેન પંડયા, પ્રફુલ્લાબેન રાવ, ભાનુબેન ગોહિલ અનેક કાર્યકરો પોતાના વિસ્તારમાં વૈજ્ઞાનિક સમજ કાર્યક્રમ ગોઠવવા સંબંધી વ્યવસ્થા કરી રહ્યા છે. અંતમાં રાજ્યમાં પોતાના ગામ, શહેરમાં વૈજ્ઞાનિક સમજ કાર્યક્રમો ગોઠવવા ઈચ્છુક લોકોએ મો.૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!