ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ : ડો. યશ તથા ડો. શિવાની હિન્ડોચા

0

ખંભાળિયાની જૂની અને જાણીતી પેઢી ઠા. રણછોડદાસ કેશવજી હિંડોચા વારા સેવાભાવી એવા સ્વ. પ્રાણજીવનભાઈ હિંડોચાના નાનાભાઈ પ્રતાપભાઈ અને ભારતીબેનના પુત્ર યશ તેમજ તેમની પુત્રી શિવાનીએ તાજેતરમાં લેવાયેલ એમ.બી.બી.એસ. તથા બી.એચ.એમ.એસ.ની પરીક્ષા રાજસ્થાનની અમેરિકન મેડીકલ કોલેજમાંથી અને બરોડાની મહાલક્ષ્મી મહિલા કોલેજમાંથી પ્રથમ પ્રયાસે અને ખૂબ સારી ટકાવારી સાથે ઉતીર્ણ કરીને ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી છે. આ સિધ્ધિ સમગ્ર હિંડોચા પરિવાર સાથે રઘુવંશી સમાજ અને ખંભાળિયા શહેર માટે ગૌરવરૂપ છે. આ આ બંને ભાઈ-બહેન ઓખા મંડળના અગ્રણી સ્વ. શ્રીરામભાઈ વિઠલાણીના ભાણેજ થાય છે. ઓછું ભણેલા અને હોલસેલ કટલેરીનો વ્યવસાય કરતા માતા-પિતાના ડોક્ટર સંતાનોએ પોતાની આ સિદ્ધિનો શ્રેય પોતાના માતા-પિતાને આપ્યો છે. તેઓ હજુ આગળ માસ્ટર ડીગ્રી મેળવી ડોક્ટરી ક્ષેત્રમાં વ્યવસાય સાથે સેવાનો અભિગમ ધરાવતા હોવાનું આ યુવા તબીબ ડો. યશ અને ડો. શિવાનીએ જણાવ્યું હતું. અહીંના પોસ રહેણાંક વિસ્તાર રામનાથ સોસાયટીના ગોકુલધામ વિસ્તારના સૌ રહેવાસીઓ તેમજ મિત્ર મંડળ દ્વારા આ સિધ્ધિ બદલ તેઓને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

error: Content is protected !!