યાત્રાધામ દ્વારકા જગત મંદિરે ભવ્ય છપ્પનભોગ મનોરથ દર્શન યોજાયા હતા. સવારે ૧૦ વાગ્યે ભગવાન દ્વારકાધીશના લાલ કલરના વસ્ત્રો તેમજ સોના-ચાંદીના આભૂષણ મોર મુગટ સાથે વિશેષ શિગાર કરવામાં આવ્યા હતા. તે સમયે ભાવિક ભક્તોના સૌજન્યથી પુજારી નેતાજી દ્વારા ભવ્ય છપ્પનભોગ મનોરથ ઠાકોરજીને અર્પણ કરવામાં આવ્યો હતો. તે દર્શનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લઈ ભાવવિભોર બન્યા હતા.