ગિરનારી ગ્રુપની સેવા વંદનીય છે : ભાવિનભાઈ મેઘાણી, “કર્મ એ જ ધર્મ”ના સૂત્રને સાર્થક કરતું જૂનાગઢનું ગિરનારી ગ્રુપ. : હેમાંશુભાઈ પંડ્યા
જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, તારીખ ૧૦ ને શનિવારના રોજ ભગવાન શ્રી હનુમાનજી મહારાજનો જન્મોત્સવ અને જાેગાનુજાેગ તેમનો જ પ્રિય વાર શનિવારનો સંયોગ બંને ભેગા થયેલા હતા. એટલે લોકોમાં બેવડો આનંદ છવાઈ ગયેલો હતો. જેમાં જૂનાગઢ શહેરમાં આવેલા હનુમાનજી મહારાજના જુદા જુદા મંદિરોમાં ભક્તગણોએ જઈને શણગાર, મહાહૂંડી યજ્ઞ, ભવ્ય આરતી, મારૂતિ યજ્ઞ, ઢોલ-નગારા સાથે વાજતે ગાજતે ધધાજી આરોહણ ઉત્સવ, બટુક ભોજન સહિત મહાપ્રસાદનું વિતરણ કરીને જન્મદિવસની ઉજવણી કરેલ હતી. જેમાં જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા ઝાંઝરડા ચોકડી પાસે આવેલ જલારામ ભક્તિધામ ખાતે હનુમાન ચાલીસાનું પઠન કરીને બટુક ભોજનનું આયોજન કરવામાં આવેલ હતું. સાથે ઝાંઝરડા રોડ ઉપર આવેલ સિધ્ધનાથ મહાદેવના મંદિર પાસે આવેલ શ્રી હનુમાનજી મહારાજની પ્રતિકૃતિ બનાવવામાં આવેલ છે એ જગ્યાએ ઠંડા શરબતની સાથે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવેલ હતું. જેનો બહોળી સંખ્યામાં ભક્તગણોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રુપના સભ્યઓ સમીરભાઈ દવે, જીતુભાઈ ચોલેરા, સુધીરભાઈ અઢિયા, વત્સલભાઈ કારીયા, અક્ષિતભાઇ કુબાવત, કિરીટભાઈ તન્ના, સુધીરભાઈ રાજા, દિનેશભાઈ રામાણી, દિલીપભાઈ દેવાણી, ભાવિનભાઈ ઉનડકટ, ચંદ્રકાંતભાઈ રાઈઠઠા, ભરતભાઈ સંપટ, મોહનભાઈ ચુડાસમા, ધૃવભાઈ ચુડાસમા, સંદીપભાઈ ધોરડા, ચિરાગભાઈ કોરડે, સંજયભાઈ વાઢેર, નેહલભાઈ પોપટ, કિશોરભાઈ પટોળીયા, ભાવેશભાઈ સુતરીયા સહિત સનાતન હિંન્દુ એકતા સમિતિના ભાવિનભાઈ મેઘાણી, હિમાંશુભાઈ પંડ્યા, રવિભાઈ માળી, નિલેશભાઈ આરદેશણા, અશોકભાઈ ઝિંઝુવાડીયા, સાગરભાઇ વ્યાસ, મીતભાઈ કુંડારીયા સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગને દિપાવવા બદલ તમામ સભ્યઓનો, ઉપસ્થિત લોકોનો તથા ભક્તગણોનો ગિરનારી ગ્રુપે તથા સનાતન હિંદુ એકતા સમિતિએ સૌનો હૃદય પૂર્વક આભાર માનેલ હતો તેમ યાદીના અંતે જણાવેલ હતું.