જૂનાગઢ ડીડીઓ સામે સરપંચ યુનિયન લડી લેવાના મૂડમાં : આવતીકાલે આવેદનપત્ર અપાશે

0

જૂનાગઢ ડીડીઓ મનસ્વી વર્તન કરતા હોવાના ગંભીર આક્ષેપ સાથે સરપંચ યુનિયને બાયો ચડાવી છે અને આવતીકાલ ૧૬ એપ્રિલના રોજ એકઠા થઇ કલેકટર, મંત્રી સહિતને આવેદન આપવામાં આવશે અને યોગ્ય કરવાની માંગ કરવામાં આવશે. જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ દિનેશ ખટારીયાએ જણાવ્યું હતું કે આવતીકાલે ૧૬ એપ્રિલના રોજ સરપંચો એકઠા થશે અને આવેદન આપી રજૂઆત કરવામાં આવશે આવેદનમાં વધુમાં જણાવ્યા અનુસાર જૂનાગઢ ડીડીઓ નીતિન સાંગવાન છેલ્લા ૧ વર્ષથી સરપંચને મળેલી સતામાં તરાપ મારી રહ્યાં છે અને રજૂઆતનો પણ ઉડાવ જવાબ આપી રહ્યાં છે. તેમજ તલાટી, ઇજનેરો અને નાના કર્મચારીઓને બિનજરૂરી સૂચના આપી સરપંચોને ટાર્ગેટ કરતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. અત્રે નોંધનીય છે કે ડીડીઓના આ વર્તન સામે સાંસદ, ધારાસભ્ય સહિતને પણ રજૂઆત કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા તલાટી મંત્રી મંડળે પણ એક પત્ર જાહેર કરી સરપંચ સંગઠનને ટેકો જાહેર કર્યો હતો તે પણ આવેદન સમયે જાેડાઈ શકે છે.

error: Content is protected !!