કોડીનાર પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ કંપનીની નાની મોટી બોટલો નંગ-૨૦૧ સાથે રૂા.૫૯.૦૮નો મુદ્દામાલ સાથે એક શખ્સને પકડી પાડયો

0

કોડીનાર પોલીસે ભારતીય બનાવટની ૨૦૧ બોટલ દારૂ સાથે એક શખ્સને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત મુજબ ઇન્સ્પેકટર એન.આર.પટેલના માર્ગદર્શન હેઠળ કોડીનાર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઇ. પ્રદિપસિંહ હરિસિંહ તથા પો.હેડ.કોન્સ.ઉદયસિંહ પ્રતાપભાઇ તથા વિવેકસિંહ નારણભાઇ તથા જસપાલસિંહ પ્રતાપભાઇ તથા પો.કોન્સ.સુરસિંહ રાયસિંહ તથા નંદીશસિંહ જેસીંગભાઇ તથા દોલુભાઇ મનુભાઇ તથા પૃથ્વીરાજસિંહ વિક્રમસિંહ એ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી ના આધારે મોટર સાયકલ રજી. નંબર જીજે-૩૭-એ-૬૯૬૯ના ચાલક રવિભાઇ ભીમાભાઇ બાંભણીયાને રોકાવી તલાસી લેતા તેના પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ કંપનીની નાની મોટી કુલ બોટલ નંગ-૨૦૧ની કુલ કિ.રૂા.૩૪,૦૮૪ ગણી તથા મોટર સાયકલ નંગ-૦૧ ની કિ.રૂા. ૨૦,૦૦૦/- ગણી તથા મોબાઇલ નંગ-૦૧ની કિ.રૂા.૫,૦૦૦/-ગણી કુલ કિ.રૂા.૫૯,૦૮૪નો પ્રોહી. મુદામાલ કબ્જે કરી કોડીનાર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!