માંગરોળ ડોક્ટરો એસોશિએશન દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

0

માંગરોળ તાલુકા ઇન્ડિયન મેડિકલ એસોશિએશન, માંગરોળ ડોક્ટર એસોશીએશન અને દર્દી સેવા સમીતી દ્વારા બ્લડ કેન્સરગ્રસ્ત દર્દીઓ, થેલેસેમિયાગ્રસ્ત બાળકો,સગર્ભા મહિલાઓ અને અકસ્માત કે ઇમરજન્સી જેવા કેસોમાં મદદરુપ થઈ શકે તેવા ઉદ્દેશ્ય સાથે એક મેગા રક્તદાન કેમ્પનુ આયોજન લોહાણા મહાજન વાડી ખાતે કરાયું હતું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક, શ્રીરામ બ્લડ બેંક-પોરબંદર અને આશા બ્લડ બેંકના સહયોગથી યોજાયેલ આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યુ હતું. આ રક્તદાન કેમ્પ મા ૧૫૦ થી વધુ બોટલ બ્લડ એકઠું કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્ત દાતાઓ રકતદાન કર્યું હતું અને તમામ બ્લડ ડોનરને ધારાસભ્ય અને આગેવાનો અને ડોક્ટર દ્વારા ગિફ્ટ અને સર્ટિફિકેટ આપવામાં આવેલ. આ રક્તદાન કેમ્પમાં માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ નગરપાલિકા પ્રમુખ, ક્રિષ્નાબેન થાપણીયા, શહેર ભાજપ પ્રમુખ લીનેશ સોમૈયા અને નગર પાલિકા સદસ્યો સહિતના રાજકીય સામાજિક આગેવાનો વેપારી અગ્રણીઓ પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરતા માંગરોળ ડો.ઇરફાન ગુજરાતી(પ્રમુખ ડોક્ટર એસોસિએશન માંગરોળ), ડો.સાપોવડિયા, ડો.પરમાર, ડો.તન્ના, ડો.નિલેશ રામએ સર્વેનો આભાર માન્યો હતો. આ કેમ્પમાં ડોક્ટરો સહિત તેમના સ્ટાફ દ્વારા ભારે મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

error: Content is protected !!