ભાણવડમાંથી ૧૫ વર્ષ પૂર્વે ગુમ થયેલી મહિલાને પોલીસે શોધી કાઢી

0

પોરબંદરના યુવાન સાથે સ્વૈચ્છિક રીતે ઘર સંસાર માંડ્યો હતો

ભાણવડ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાંથી આજથી આશરે પંદરેક વર્ષ પૂર્વે એક યુવતી ગુમ થઈ હોવાની નોંધ સ્થાનિક પોલીસ મથકમાં કરવામાં આવી હતી. યુવતીના પરિવારજનો દ્વારા આ ગુમનોંધ સંદર્ભે જે-તે સમયે આ યુવતીની કોઈ ભાળ મળી ન હતી. આ વચ્ચે તાજેતરમાં ભાણવડ પોલીસ મથકના પી.આઈ. કે.બી. રાજવી તેમજ ઇન્ચાર્જ પી.આઈ. કે.કે. મારૂની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ભાણવડના એ.એસ.આઈ. ચિરાગસિંહ જાડેજાને મળેલી માહિતી મુજબ વર્ષ ૨૦૦૯ માં ગુમ થનારી ઉપરોક્ત યુવતી હાલ પોરબંદર જિલ્લાના એક ગામમાં લગ્ન કરીને પોતાના પતિ સાથે રહેતી હોય, આ મહિલા અંગેની વધુ માહિતી મેળવી અને તેની પાસે જતા ગુમ થનાર ઉપરોક્ત મહિલાએ આજથી આશરે ૧૫ વર્ષ પહેલાં પોતાના ભાઈના ઘરેથી પોતાની મરજીથી કોઈને કહ્યા વગર જતા રહ્યા બાદ હાલ તેણી પોતે પોતાના પતિ સાથે પોતાની મરજીથી લગ્નજીવન પસાર કરે છે અને તેણે પોતાના પતિ સાથે જ રહેવા માગતી હોવાનું વધુમાં જાહેર થયું છે. આ રીતે ભાણવડ પોલીસને આશરે ૧૫ વર્ષ પૂર્વે ગુમ થયેલી મહિલાની ભાળ મેળવવામાં સફળતા મળી હતી.

error: Content is protected !!