કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય(કે.જી.બી.વી) હોસ્ટેલ દ્વારકામાં આગામી ૨૦ મે ૨૦૨૫ સુધી થશે પ્રવેશ પ્રક્રિયા

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા નગરમાં ગુજરાત રાજ્ય સરકાર સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોસ્ટેલ (કે.જી.બી.વી)માં આગામી ૨૦ મે ૨૦૨૫સુધી ફોર્મ ભરી વિદ્યાર્થીનીઓ પ્રવેશ મેળવી શકશે. દ્વારકાની આ હોસ્ટેલ ટાઈપ ફોર છે જેમાં ધોરણ ૯ થી ૧૨ સુધીની છાત્રાઓ પ્રવેશ મેળવી શકે છે. એસ.સી, એસ.ટી તેમજ બી.પી.એલ કાર્ડ ધરાવનાર, વ્યવસાય અર્થે સ્થળાંતર કરનાર,અંતરિયાળ વિસ્તારના રહેવાસીઓ તેમજ લઘુમતી જૂથ પરિવારની દીકરીઓ માટે વિનામૂલ્યે રહેવા, જમવાનીઉત્તમ સગવડ સાથે સ્માર્ટ ક્લાસરૂમ, સ્વાસ્થ્ય તેમજ આરોગ્યપ્રદ વાતાવરણ, સ્વરક્ષણની તાલીમ વ્યવસાયલક્ષી શિક્ષણ જેવી સુવિધાઓ આપવામાં આવે છે. ૨૫% બી.પી.એલ વર્ગ તથા ૭૫% લઘુમતી સહિતના પરિવારની બાળાઓ આ શૈક્ષણિક હોસ્ટેલમાં પ્રવેશ મેળવી શકે છે. પ્રવેશ પ્રક્રિયા માટે વોર્ડન મુક્તાબેન છનુરા તેમજ આસિસ્ટન્ટ વોર્ડન શીતલબેન મંગેરાનો સંપર્ક કરવો.

error: Content is protected !!