‘વિશ્વ પુસ્તક દિવસ‘ જૂનાગઢ નગર માટે યાદગાર બની ગયો. ‘વાંચન વલોણું‘ સંસ્થા દ્વારા શહેરમાં યોજવામાં આવેલ ગ્રંથયાત્રામાં મુખ્ય માર્ગો પર લોકોએ પુસ્તકો પર પુષ્પવૃષ્ટિ કરી પુસ્તકોને વધાવ્યાં હતાં. ખુલ્લી જીપમાં આગળ ગોઠવવામાં આવેલ એક સદી જૂના વૈદિક પુસ્તકોને ચાંદલો-ચોખા અને પુષ્પહારથી વધાવી લોકોએ આ ગ્રંથયાત્રાને ઐતિહાસિક બનાવી દીધી. બે કલાક શહેરમાં ફરેલી આ ગ્રંથયાત્રામાં પુસ્તકપ્રેમીઓ પુસ્તકોથી શણગારેલ પોતાના વાહનો સાથે જાેડાયેલ હતા. શહેરના આઝાદ ચોક ખાતેથી ધારાસભ્ય સંજય કોરડિયા, ડી.વાય.એસ.પી.હિતેષ ધાંધલ્યા, પ્રમુખ એલ.વી. જાેશીએ લીલી ઝંડી આપી, ગ્રંથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ૧૪ સંસ્થાઓએ પુસ્તકોનું પૂજન કરી ગ્રંથયાત્રાને આવકારી હતી. સંહિતા મહિલા મંડળ, જશ કન્સલ્ટન્સી, અમરનાથ યાત્રિક મંડળ, ભા.જ.૫. મહિલા મોરચો, લાયન્સ ક્લબ, જૂનાગઢ ગિરનાર, ગિરનારી ગ્રુપ, સ્વામિનારાયણ ગુરૂકુળના સંતો અને છાત્રો, રા.બ્રા.મહિલા મંડળ અને સેવામંડળ, બહાઉદ્દીન કોલેજ, રૂપાયતન, જાગૃત મહિલા મંડળ, ગુર્જર કડિયા ક્ષત્રિય સમાજ, શ્યામ મહિલા મંડળ, ધ્યેય કન્સલ્ટન્સી, પ્રેમાનંદ સ્કૂલ સહિતની વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓએ પુષ્પવૃષ્ટિ, પૂજન દ્વારા ભવ્ય સ્વાગત કર્યુ હતું. શ્રીમદ્ ભાગવત, યોગ વશિષ્ઠ રામાયણ સહિતના ૧૦૦ વર્ષ પહેલાંના દુર્લભ પુસ્તકો મહાદેવ રિસોર્ટની ખુલ્લી જીપમાં આગળ રાખી આ ગ્રંથયાત્રા યોજવામાં આવી હતી. જે બાબત લોકોમાં ખૂબ આકર્ષણરૂપ બની હતી. નગરજનો આવા પુસ્તકો પોતાના સ્કૂટર પર ગોઠવીને યાત્રામાં ઉત્સાહભેર જાેડાયા હતા. વિદ્યાર્થીઓ હાથમાં પુસ્તકો સાથે નજરે પડ્યાં હતાં તો શહેરના ઓન્લી ઈન્ડિયને સાઇકલમાં હરતી ફરતી લાઇબ્રેરીનો શુભારંભ કર્યો છે. ફ્રેન્ડ્ઝ મ્યુઝિક ગ્રૂપે રંગત જમાવી હતી.વાંચન વલોણું સંસ્થાના પ્રમુખ એલ.વી. જાેશી, ઉપપ્રમુખ ડો.માતંગ પુરોહિત અને ભાવેશભાઈ જાદવ, ભરતભાઈ મેસિયા, ગિરીશભાઈ મશરૂ સહિતના હોદ્દેદ્દારો દ્વારા આયોજિત આ ગ્રંથયાત્રા જ્યારે પ્રેમાનંદ સ્કૂલ ખાતે પહોંચી ત્યારે ત્યાં વિશાળ સંખ્યામાં હાજર ભાઈઓ અને બહેનોએ આ ગ્રંથયાત્રાને કંકુ-ચોખાથી વધાવી લીધા બાદ મહંત ગણેશાનંદજી, સ્વામિ નિજસ્વરૂપાનંદજી, ભા.જ.૫. શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, બહાઉદ્દીન સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ આર.પી. ભટ્ટ, વાંચનપ્રેમી જ્યોતિબેન કોરડિયા સહિતના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ પુસ્તકોની વૈદિક મંત્રોચ્ચાર સાથે આરતી ઉતારી હતી. આ શાસ્ત્રોક્ત વિધિ ડો.દિનેશભાઈ પંડ્યાએ કરાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા વિશેષ સહયોગ રૂપાયતન- હેમંતભાઈ નાણાવટી, પ્રો.પી.વી.ઉનડકટ, લાયન્સ ક્લબ રૂદ્રાક્ષ જૂનાગઢ રૂપલબેન લખલાણીનો સહયોગ મળ્યો હતો.