ગીર-સોમનાથ જિલ્લાના ધામળેજ પે. સેન્ટર શાળામાં સન્માન સમરોહ યોજયો

0

તારીખ ૨૯-૪-૨૦૨૫ના રોજ જનજાગૃતિ અભિયાન અંતર્ગત તાલાળા મતવિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ ડી. બારડ દ્વારા ધામળેજ મુકામે રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા માલાભાઈ જે. ઝાલા, પર્યાવરણ સરક્ષણ એવોર્ડ ૨૦૨૫ તેમજ રાજ્ય કક્ષાએ સંશોધન પેપર રજુ કરનાર અજીતભાઈ પી. પરમાર તથા શાળાની તમામ પ્રવૃત્તિના ઇનોવેટીવ શિક્ષક એવા ભરતભાઈ પી. વાળાનું શાલ અને મોમેન્ટ આપી સન્માન કરાયું હતું. ઉપરાંત પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા બે ખેડૂતનું પણ સન્માન થયું હતું. શાળામાં વિવિધ રમતો સાથે સંકળાયેલા છ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ રમેલા હતા એમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તેમ ધામળેજ પે.સેન્ટર શાળાના શિક્ષક અજીતભાઇ પી.પરમાર દ્વારા જણાવવામાં આવેલ છે.

error: Content is protected !!