ગીર-સોમનાથ જીલ્લામાં ઉનાળુ વાવેતરથી ધમધમી રહ્યો છે. હજુ પણ જેમ-જેમ વરસાદ આશાના દિવસો નજદીક આવશે ત્યારે તેમાં વધારો થવો સંભવ છે. જીલ્લામાં કુલ પ૪,૬૩૬ હેક્ટરમાં આજ દિવસ સુધી વાવેતર થયું છે. જે ર૦ર૪માં પ૧,૧૮૦ હેક્ટરમાં થયું હતું. જીલ્લામાં સૌથી વધુ વાવેતર અડદનું છે જે ૧પ,ર૧૯ હેક્ટર છે. જીલ્લાના વાવેતર ગામોમાં ગીર-ગઢડા, તાલાલા, ઉના, સુત્રાપાડા, વેરાવળ, કોડીનારનો સમાવેશ થાય છે. જીલ્લાનું ર૦રપનું કુલ વાવેતરમાં બાજરી ૮૦૦ર, મગ ૭ર૩૭, અડદ ૧પર૧૯, મગફળી ૧૪૪૮, તલ ૭પપ૭, શેરડી ૮પ૦, શાકભાજી ૧૪૪૮, ઘાસચારો ૯૮૮૦ અન્ય ૮૦૩ છે. જયારે ર૦ર૪માં હતુ વાવેતર બાજરી ૭૮૯પ, મગ ૬૮૩૦, શાકભાજી ૩૪૩૦, ઘાસચારો ૯૧૯પ, તલ ૭ર૭૭, શેરડી ૯પ૬, અન્ય ૧૯૬ કુલ પ૧,૧૮૦ હેક્ટર થયું હતું.