૩૦ દિવસમાં ૧૯ બુલેટ બાઈક ડિટેઇન, રૂ. ૧.૩૫ લાખનો દંડ

0

જૂનાગઢમાં પોલીસે ૩૦ દિવસમાં ૧૯ બુલેટ બાઈક ડિટેઇન કર્યા હતા જેના પગલે આરટીઓ દ્વારા ૧.૩૫ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શનમાં શહેર ટ્રાફિક શાખાના પીઆઈ બી.બી. કોળી દ્વારા શહેરમાં અલગ અલગ વાહન ચેકિંગ, ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યું હતું. એપ્રિલ માસમાં મોડીફાઇ સાઇલેન્સરવાળા ૧૯ બુલેટ બાઈક ૧૯૮૮ની કલમ ૨૦૭ મુજબ ડિટેઇન કરવામાં આવ્યા હતા. જેના પગલે આરટીઓ કચેરી દ્વારા રૂપિયા ૧,૩૫,૪૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. પીઆઈ કોળીએ જણાવ્યું કે, ડિટેઇન કરાયેલ તમામ બુલેટ બાઈકમાંથી મોડીફાઇ સાઇલેન્સર નીકાળવામાં આવેલ છે. આગામી સમયમાં શહેર ટ્રાફિક શાખા દ્વારા તમામ મોડીફાઈ સાઇલેન્સરનો નાશ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી અને એક મહિનાની અંદર ૧૯ બુલેટ ચાલકો પર તવાઇ બોલાવી દંડનીય કા ર્યવાહી કરાઇ હતી.

error: Content is protected !!