ખેતી બેંકની વડી કચેરીએ આંતરરાષ્ટ્રીય કો-ઓપરેટીવ વર્ષ ૨૦૨૫ અંતર્ગત ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

0

બેંક્મા ચેરમેન ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ આશ્રમ રોડ, અમદાવાદ સ્થિત ખેતી બેંક્ની વડી કચેરીએ આંતરરાષ્ટ્રીય કો-ઓપરેટીવ વર્ષ ૨૦૨૫ અંતર્ગત ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે બેંકના યશસ્વી ચેરમેન ડોલર કોટેચાના આમંત્રણને માન આપીને કર્ણાવતી મહાનગરના નવનિયુક્ત અધ્યક્ષ પ્રેરકભાઈ શાહની અધ્યક્ષતા અને કર્ણાવતી મહાનગરના મહામંત્રી અને નારણપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતમાં ખેતી બેંક દ્વારા સેવાકીય કાર્ય જેવા કે અમદાવાદ વડી કચેરીના કર્મચારી અને અધિકારીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પ, મેડીકલ ચેકઅપ, “એક પેડ માં કે નામ” મંત્ર સાર્થક કરવા વુક્ષારોપણ કાર્યક્રમ, સ્લમ વિસ્તારોમાં વસતા કુટુંબોને બુંદી-ગાંઠીયાનું વિતરણ અને કાળઝાળ ગરમીમાં રાહદારીઓ માટે લીંબુ સરબતની બોટલનું વિતરણ કરી ગુજરાત રાજ્યના સ્થાપના દિન ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બેંક્ની ૧૭ જીલ્લા કચેરી અને તાલુકા લેવલે આવેલ ૧૭૭ શાખાઓ દ્વારા પણ તેમના વિસ્તારોમા બુંદી-ગાંઠીયાનું વિતરણ કરી ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

error: Content is protected !!