જૂનાગઢમાં ગાંધીગ્રામમાંથી ભોયરામાં સંતાડેલો રૂા.૫.૪૫ લાખનો દારૂ ઝડપાયો : એકની ધરપકડ

0

જૂનાગઢ શહેરમાં ગેરકાનુની પ્રવૃતિ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જેના ભાગરૂપે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે ગાંધીગ્રામ વિસ્તારમાં દારૂ અંગેનો દરોડો પાડી રૂા.પ.૪પ લાખના મુદ્દામાલ ઝડપી લઈ અને એકની ધરપકડ કરી છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે ગાંધીગ્રામ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી ભોયરામાં સંતાડેલો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. પોલીસે દરોડા દરમ્યાન ૧૯૦૧ બોટલ દારૂ કબ્જે કર્યો છે. આ દારૂની કિંમત રૂા. ૫,૪૫,૭૬૪ છે. બે મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. કુલ મુદ્દામાલની કિંમત રૂા. ૫,૫૬,૭૬૪ છે. પોલીસે ૫૦ વર્ષીય ગલાભાઇ હમીરભાઇ રાડાને સ્થળ પરથી પકડી લીધો છે. તેનો સાથીદાર અજય ભુરાભાઇ રાડા ફરાર થઇ ગયો છે. અજય રાડા સામે અગાઉ પ્રોહીબીશન અધિનિયમના ૯ ગુના નોંધાયેલા છે. પોલીસે તેની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે. આ કેસ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટની કલમ ૬૫(એ)(ઇ), ૮૧ હેઠળ નોંધવામાં આવ્યો છે. પોલીસ ઇન્સપેક્ટર જે.જે. પટેલના નેતૃત્વમાં પોલીસની ટીમે આ કામગીરી અંજામ આપી છે. પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજાડીયા અને જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ દારૂબંધી અભિયાન ચાલી રહ્યું છે. ક્રાઈમ બ્રાન્ચને ખાનગી બાતમી મળી હતી. ગલાભાઇ હમીરભાઇ રાડાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે.

error: Content is protected !!