જૂનાગઢના ગિરનાર બોન્સાઇ કલબ દ્વારા એક દિવસીય બોન્સાઇ વર્કશોપ

0

જૂનાગઢના ‘ગિરનાર બોન્સાઇ કલબ‘ દ્વારા તા.૪-૫-૨૦૨૫ને રવિવારના રોજ એક દિવસીય બોન્સાઇ વર્કશોપનું આયોજન કરવામાં આવેલું બોન્સાઇએ ખૂબ જૂની પણ હાલમાં ખૂબ જ લોકપ્રિય બનેલી કલા છે. જૂનાગઢમાં ગાર્ડનિંગના શોખીન લોકો આ કલાને અપનાવી અને વિકસિત કરી રહ્યા છે શીખી રહ્યા છે. વલસાડના બોન્સાઇ કોચ સંદીપ પટેલ અને મદદનીશ અમિતભાઇએ આ સમગ્ર વર્કશોપમાં થિયરી અને પ્રેક્ટિકલ એમ બન્ને રીતે માર્ગદર્શન પૂરૂ પાડેલ અને ઘણી ગહન જાણકારી પણ ઉપલબ્ધ કરાવી આવી પ્રવૃત્તિ જૂનાગઢ ખાતે ચાલે છે એ જાણી આપને આંનદ થશે. આ વર્કશોપમાં રાજકોટ, ગાંધીનગર જેવા શહેરના બોન્સાઇ પ્રેમીઓએ પણ ભાગ લીધેલ ભાગ લેનાર દરેકને બોન્સાઇ કલબ તરફથી એક એક છોડ ભેટ સ્વરૂપે અપાયેલ જેથી તેઓ એ જ દિવસથી બોન્સાઇ વર્ક ચાલુ કરી શકે. જાે આપ પણ બોન્સાઇ કે ગાર્ડનિંગની અન્ય પ્રવૃત્તિમાં સક્રિય રસ ધરાવો છો તો અમારી સાથે જાેડાઈ શકો છો.

error: Content is protected !!