ભાણવડમાં વિદેશી દારૂ સાથે બિહારી શખ્સ ઝડપાયો

0

બિહાર રાજ્યના પટના જિલ્લાના મૂળ રહીશ અને હાલ ભાણવડ ખાતે શ્રીજીનગર સોસાયટીમાં રહેતા અમરજીત ચંદ્રિકાપ્રસાદ પાલ નામના ૩૪ વર્ષના શખ્સના રહેણાંક મકાનમાં દારૂ છૂપાવવામાં આવ્યો હોવાની બાતમી સ્થાનિક પોલીસ સ્ટાફને મળતા આ સ્થળે મોડી રાત્રીના સમયે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં અહીં છુપાવીને રાખવામાં આવેલી વિદેશી દારૂની ૫૦ નાની બોટલ (ચપલા) તેમજ બે મોટી બોટલ મળી આવી હતી. આ પ્રકરણમાં પોલીસે રૂપિયા ૧૮,૬૫૦ ની કિંમતના વિદેશી દારૂ તેમજ રૂ. ૮,૦૦૦ ની કિંમતના મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૨૬,૬૫૦ ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત શખ્સની અટકાયત કરી, ધોરણસર ગુનો નોંધાયો હતો. આ સમગ્ર કાર્યવાહી ભાણવડના પી.આઈ. કે.બી. રાજવીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ગીરીશભાઈ ગોજીયા તેમજ વેજાણંદભાઈ બેરા દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!