સિઝન્સ સ્કેવર ચેરીટેબલ ટ્રસ્ટ, સાહિત્ય સેતુ અને સૌરાષ્ટ્ર યુનિ. કર્મચારી કો.હા. સોસાયટીના સંયુક્ત ઉપક્રમે વિશિષ્ટ કાર્યક્રમ
સિઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટ, સૌરાષ્ટ્ર યુનિ કર્મચારી કો.હા. સોસાયટી અને સાહિત્ય સેતુના સંયુક્ત ઉપક્રમે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન થયું છે. જેમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા સાથે એક સંવાદ થશે. મારૂતિ કુરિયરની સફળતા, રાજકીય સામાજિક સંઘર્ષો અને જીવનના વિવિધ ઉતાર ચડાવ વિષે આ સંવાદમાં વાત થશે. વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા આ સંવાદની જવાબદારી સુપેરે નિભાવશે. આ સંસ્થાઓ દ્વારા આ વિશિષ્ટ કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે જે પછી નિયમિત રીતે સમાજના વિવિધ વ્યક્તિ વિશેષો સાથે આવો સંરાદ થતો રહેશે. ઉપરોક્ત કાર્યક્રમ તા.૧૦- ૫-૨૫ નાં શનિવારે સાંજે ૬.૩૦ વાગ્યે મનુભાઈ વોરા ઓપન એર થિયેટર, ફોરેન્સિક લેબોરેટરીની પાછળ, યુનિવર્સિટી રોડ ખાતે યોજાશે. સિઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અજયભાઇ જાેષી, સાહિત્ય સેતુનાં પ્રણેતા અનુપમભાઈ દોશી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કર્મચારી કો.ઓ.હા. સોસાયટીના પ્રમુખ પ્રોફેસર જયદિપસિંહ ડોડીયા દ્વારા રાજકોટ મહાનગરના પ્રબુદ્ધ નાગરિકોને આ સંવાદ સભામાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.