“રિલે એરાઉન્ડ ધ વર્લ્ડ ચેલેન્જ”ની થીમ સાથે આજે ૭ મે વિશ્વભરના બાળકો-યુવાઓને ફિટનેસ અને સારા સ્વાસ્થ્ય અંગે પ્રોત્સાહન આપતો દિવસ એટલે વિશ્વ એથ્લેટીક્સ દિવસ

0

ઓલિમ્પિક્સ : ૧૯૨૮માં ભારતીય ખેલાડીનું પ્રતિનિધિત્વ, ભારતને ફાઇનલમાં પહોંચાડનાર મિલ્ખા સિંઘ પ્રથમ એથ્લેટ, નીરજ ચોપરાએ અપાવ્યો પ્રથમ મેડલ : ગુજરાતમાં ‘ખેલ મહાકુંભ’, સ્પોર્ટ્સ એકેડમી, તાલીમ કેન્દ્રો, ખેલ એવોર્ડ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ સહિતના પગલાંઓ : નેશનલ ગેમ્સના આયોજન બાદ ૨૦૩૬માં ઓલિમ્પિક્સ માટે તૈયારી કરતું ગુજરાત

આજે ૭ મે વિશ્વભરના બાળકો-યુવાઓને ફિટનેસ અને સારા સ્વાસ્થ્ય અંગે પ્રોત્સાહન આપતો દિવસ એટલે વિશ્વ એથ્લેટીક્સ દિવસ. તા. ૭ મે ના રોજ ‘વિશ્વ એથ્લેટિક્સ દિવસ ૨૦૨૫‘ની ઉજવણી “રિલે એરાઉન્ડ ધ વર્લ્ડ ચેલેન્જ”ની થીમ સાથે થશે. વર્લ્ડ એથ્લેટિક્સ રિલે ચીનમાં ગુઆન્ઝાઉ ખાતે યોજવા જઈ રહી છે, ત્યારે આ ચેલેન્જનો ઉદ્દેશ વિશ્વભરમાં બાળકો અને યુવાઓને એથલેટિક્સમાં જાેડાવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ઇન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટિક ફેડરેશન(ૈંછછહ્લ) એ “એથ્લેટિક્સ ફોર અ બેટર વર્લ્ડ” પ્રોજેક્ટ શરૂ કર્યો છે. એથ્લેટિક્સ એ દોડ, કૂદકા, મેરેથોન વગેરે જેવી વિવિધ રમતગમતની ઘટનાઓનો સંગ્રહ છે. એથ્લેટિક્સ ડે ૨૦૨૫ નો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમતની ઘટનાઓમાં વિદ્યાર્થીઓ અને બાળકોની ભાગીદારીને વધારવાનો છે. વર્લ્ડ એથ્લેટિક્સનું મુખ્ય મથક મોનાકોમાં આવેલું છે. વર્લ્ડ એથ્લેટિક્સની સ્થાપના ૧૯૧૨ માં સ્ટોકહોમમાં ઇન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટિક એસોસિએશન તરીકે કરવામાં આવી હતી અને ૨૦૦૧ માં તેનું નામ બદલીને “ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશન” રાખવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશન(ૈંછછહ્લ) હવે વર્લ્ડ એથ્લેટિક્સ તરીકે ઓળખાય છે.તે ટ્રેક-એન્ડ-ફીલ્ડ ઇવેન્ટ્સમાં તમામ સત્તાવાર વિશ્વ રેકોર્ડ્સને બહાલી આપતી સંસ્થા છે. એથ્લેટિક્સના પિતા કોણ હતા? એથ્લેટિક્સના પિતા, થિયોડોર સીબર્ટ (૧૮૬૬-૧૯૬૧): બોડીબિલ્ડિંગ, જીવન સુધારણા અને વિશિષ્ટતા વચ્ચેનું જીવન. ભારત વિશ્વમાં રમત ગમત ક્ષેત્રે મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે, ત્યારે આવો જાણીએ ભારતની એથ્લેટીક્સમાં પ્રારંભથી મેડલ્સ મેળવતી હરણફાળ સિદ્ધિઓ. ભારતે પ્રથમવાર ૧૯૨૮માં ઓલિમ્પિક્સમાં ભાગ લીધો, પરંતુ પહેલીવાર ઓલિમ્પિક્સમાં ફાઇનલમાં ૪૦૦ મી. દોડમાં મિલ્ખા સીંગે ભારતને ગૌરવ અપાવ્યું હતું. જયારે નીરજ ચોપરાએ ટોક્યો ખાતે ઓલમ્પિકસમાં ભાલા ફેકમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવી દેશને સિદ્ધિ અપાવી હતી. એથ્લેટિક્સમાં ગુરબચનસિંહ રંધાવા, ટી. સી. યોહન્નાન, ચાર્લ્સ બોરોમેઓ, પી. ટી. ઉષા, અંજુ બોબી જાેઝ, કૃષ્ણા પૂનિયા, વિકાસ ગૌડા, લલિતા બાબર, હિમા દાસ, નીરજ ચોપરા, અવિનાશ સાબલે, પારુલ ચૌધરી, મુરલી શ્રીશંકર, જ્યોતિ યારાજી, કિશોરકુમાર જેના સહિતના ખેલાડીઓએ દોડ, ડિસ્ક થ્રો, લોન્ગ જમ્પ, ભાલા ફેંકમાં એશિયન ગેમ્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ, કોમનવેલ્થ ગેમ્સ, ઓલિમ્પિક્સ સહિતની ગેમ્સમાં મેડલ્સ અપાવી ભારતનું નામ રોશન કર્યું છે. એથ્લેટીક્સ સહીત રમત ગમત ક્ષેત્રે ગુજરાત વિકસિત બને તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રાસરુટ લેવલે તૈયારીઓ કરી ‘ખેલ મહાકુંભ’નો પ્રારંભ કરાવ્યો હતો. વર્ષ ૨૦૧૦થી પ્રારંભ થયેલા ‘ખેલ મહાકુંભ’માં ગામડાથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધીના દરેક વયના ખેલાડીઓને પ્લેટફોર્મ મળી રહે તે માટે વિવિધ સ્પર્ધાઓ, ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. ખેલ મહાકુંભના વિજેતા બાળકોને સ્પોર્ટ્સ એકેડમી, ટ્રેનિંગ સ્કૂલમાં નિ:શુલ્ક ટ્રેનિંગ આપવામાં આવે છે. “એકલવ્ય એવોર્ડ”, “જ્ઞાનેન્દ્ર એવોર્ડ” જેવા ખેલકૂદ એવોર્ડ્સ તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર અને તાલીમ ખર્ચમાં સહાય આપવામાં આવે છે. ખેલાડીઓને મદદરૂપ બનતા આંતરરાષ્ટ્રીય સ્તરના મેદાનો અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં નિર્માણ કરવામાં આવ્યા છે. ગુજરાતે વર્ષ ૨૦૨૨માં નેશનલ ગેમ્સનું સફળ આયોજન કર્યું છે, અને હવે વર્ષ ૨૦૩૬માં રમાનારી ઓલિમ્પિક્સ માટે દાવેદારી સાથે નિર્માણકાર્ય હાથ ધર્યું છે. ગુજરાતમાં ઓલિમ્પિક્સ રમાય તે માટે અમદાવાદ, ગાંધીનગરમાં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ ખાતે ૩,૦૦૦ એથ્લેટ્સ માટેના વિલેજ, નવા ૧૦ સ્ટેડિયમનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે.પેરા એથલેટ્સ માટે ગાંધીનગરમાં વર્લ્ડ ક્લાસ તાલીમ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે સ્પોર્ટ્સ પોલિસી બનાવી છે. જેમાં ગુજરાતના પ્રતિભાવાન ખેલાડીઓ આગળ વધે તે માટે રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ડેવલપ કરવામાં આવી રહી છે, ત્યારે ‘ખેલશે ગુજરાત જીતશે ગુજરાત‘ મંત્ર સાથે ભારતનું ઉજ્જવળ ભવિષ્ય વાયા ગુજરાત હશે તેમ ચોક્કસ કહી શકાય.
એથ્લેટિક્સ માટે વિવિધ જિલ્લામાં એકેડેમી અને જિલ્લા રમતગમત સંકુલની યાદી
નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ – અમદાવાદ, સિદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ- ભાવનગર, દેવગઢ બારીયા રમતગમત સંકુલ – દાહોદ, નડિયાદ રમતગમત સંકુલ – ખેડા, હિંમતનગર રમતગમત સંકુલ, વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ – વડોદરા, અમરેલી રમતગમત સંકુલ, આણંદ રમતગમત સંકુલ, પાલનપુર રમતગમત સંકુલ, બનાસકાંઠા, સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ – ડાંગ, માધાપર રમતગમત સંકુલ – કચ્છ, ગાંધીધામ રમતગમત સંકુલ, કચ્છ, રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નર્મદા, ગોધરા રમતગમત સંકુલ, પંચમહાલ, પાટણ રમતગમત સંકુલ, લીંબડી રમતગમત સંકુલ -સુરેન્દ્રનગર, મોડાસા-બાજકોટ રમતગમત સંકુલ, અરવલ્લી, બોટાદ રમતગમત સંકુલ, છોટા ઉદેપુર રમતગમત સંકુલ, હરીપર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, દેવભૂમિ દ્વારકા, અબ્રામા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નવસારી, જસદણ રમતગમત સંકુલ – રાજકોટ, વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ – મહેસાણા, ગાંધીનગર રમતગમત સંકુલ, ઇણાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ – ગીર સોમનાથ, જૂનાગઢ રમતગમત સંકુલ, સનાળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ – મોરબી, લુણાવાડા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ- મહિસાગર, ભરૂચ રમતગમત સંકુલ, નવેરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ- વલસાડ.

error: Content is protected !!