માવઠાના પગલે જૂનાગઢના અનેક વિસ્તારો તળાવ બન્યા : લોકોને હાલાકી

0

જૂનાગઢમાં દોઢ ઈંચ, ગિરનાર પર્વત પર સાડા ત્રણ ઈંચ, વંથલી પોણા બે ઈંચ, ભેસાણ દોઢ ઈંચ સહિત વિવિધ તાલુકામાં કમોસમી વરસાદ ત્રાટક્યો

હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહીને પગલે ગઈકાલે જૂનાગઢ અને સોરઠ પંથકમાં બપોર બાદ અચાનક હવામાનમાં પલ્ટો આવ્યો હતો અને જેને લઈને ધુળની આંધી અને ભારે પવન ફુંકાયો હતો અને આ સાથે જ જૂનાગઢ સહિત સોરઠના વિવિધ તાલુકામાં વરસાદ તુટી પડ્યો હતો. જૂનાગઢમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે ગિરનાર પર્વત પર સાડા ત્રણ ઈંચ વરસાદ, વંથલી પોણા બે ઈંચ, ભેસાણ દોઢ ઈંચ, માણાવદર ૧૮ મીમી, વિસાવદર ૧ર મીમી, મેંદરડા ૧૬ મીમી, કેશોદ ર૧ મીમી, માંગરોળ ૧પ મીમી અને માળિયાહાટીના ર૧ મીમી વરસાદ નોંધાયો હતો. દરમ્યાન ગઈકાલે તુટી પડેલા કમોસમી વરસાદને પગલે જૂનાગઢની અનેક સોસાયટીઓની હાલત ખરાબ બની હતી અને તળાવ જેવી સ્થિતિ સર્જાણી હતી. જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર ગઈકાલે સવારથી વાદળો છવાયા બાદ બપોરે ર થી ૪ વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઈંચ પાણી પડી ગયું હતું. પરિણામે ડુંગરાઓ ઉપરથી પાણી વહેવા લાગ્યુું હતું. જાેકે વરસાદ લાંબ સમય ચાલ્યો ન હોવાથી વોકળા અને નદીઓ શરૂ થયા નથી. જૂનાગઢ શહેરમાં ગઈકાલે સવારથી વાદળછાયો માહોલ રહ્યો હતો. બાદમાં સાડા ત્રણ વાગ્યાથી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. થોડીવાર બાદ પવન ધીમો પડી ગયો હતો. જાેતજાેતામાં ૪ વાગ્યા સુધીમાં શહેરમાં દોઢ ઈંચ પાણી પડી ગયું હતું. વરસાદની સાથે આકાશમાં સતત ગડગડાટી ચાલતી રહી હતી. વરસાદને પગલે થોડીવાર માટે જનજીવન ઠપ્પ થઈ ગયું હતું. રાહદારીઓ અને ટુવ્હીલ ઉપર જતા વાહનચાલકો છાપરાની ઓથમાં ઉભા રહી ગયા હતા. વરસાદ શરૂ થતા જ રાબેતા મુજબ મજેવડી ગેઈટ પાસે આવેલા રેલ્વે અંડરબ્રિજમાં પાણી ભરાવાનું શરૂ થયું હતું. પરિણામે નાના વાહનોની અવર-જવર થોડીવાર માટે પ્રભાવિત થઈ હતી. શહેરમાં અનેક સ્થળોએ અડધી કલાકમાં જ દોઢેક ઈંચ વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મજેવડી ગેઈટથી રેલ્વે સ્ટેશન રોડ ઉપર ગટરનું કામ ચાલું હોવાથી રોડની એક તરફ માટીના ઢગલાને લીધે એ તરફ કીચડ થઈ ગયો હતો. વાહનોની અવર-જવર એક જ તરફ ચાલું હોવાથી અને ખાનગી ટ્રાવેલ્સની બસો પેસેન્જરને લેવા માટે ઉભી રહી જતી હોવાથી અવાર-નવાર ટ્રાફિક જામ સર્જાતો રહ્યો હતો. સાંજે પ વાગ્યાથી વરસાદ થંભી જતા માર્ગો ઉપર લોકોની અવર-જવર ફરી શરૂ થઈ ગઈ હતી.

error: Content is protected !!