ક્રેડિટ સોસાયટીના એડવોકેટ સચિન જી.મહેતાની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખતી અમરેલી કોર્ટ
શ્રી કેશવ કો- ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી. જૂનાગઢની અમરેલી શાખામાંથી લોન લઈ હપ્તા ન ભરનાર આરોપીને અમરેલીના એડી. જ્યુડી. મેજી. જજ સાહેબે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેક મુજબની રકમ ફરિયાદી ક્રેડિટ સોસાયટીને ચૂકવવાનો આદેશ કરતા શ્રી કેશવ કો- ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી. જૂનાગઢની અમરેલી શાખામાંથી લોન લઈ નાણાં ન ભરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. આ કેસની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલી રહેતા શાશ્વતભાઈ મગનભાઈ બોરડે શ્રી કેશવ કો- ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી. જૂનાગઢની અમરેલી શાખામાંથી લોન લીધેલ ત્યારબાદ આરોપી દ્વારા મંડળીમાં લોન લઈ હપ્તા ન ભરતા હોય જેથી મંડળી દ્વારા આરોપીને જાણ કરેલ જેથી આ આરોપી દ્વારા ક્રેડિટ સોસાયટીની બ્રાંચમાં આવીએ રૂા.૫૫,૮૧૮/- પુરાનો ચેક આપી અને પોતાની લોન પેટેની હપ્તાની રકમ પૂર્ણ કરવા જણાવ્યું હતું. બાદમાં ક્રેડિટ સોસાયટી તરફથી ચેક બેંકમાં જમા કરાવતા તે અપૂરતા બેલેન્સના સાથે પરત આવેલ, જે બાદમાં ક્રેડિટ સોસાયટીના એડવોકેટ દ્વારા આરોપીને લીગલ નોટિસ મોકલવામાં આવેલ તેનો જવાબ લોન બાકીદાર શાશ્વતભાઈ મગનભાઈ બોરડ તરફથી ન મળતા અંતે ક્રેડિટ સોસાયટી દ્વારા નામદાર એડી. જ્યુડી. મેજી. કોર્ટ અમરેલીમાં ચાલેલ હતી જેમાં ક્રેડિટ સોસાયટી તરફથી એડવોકેટ સચિન જી. મહેતાએ જરૂરી આધાર પુરાવા અને ધારદાર દલીલો કરી હતી જે ગ્રાહ્ય રાખી અને નામદાર કોર્ટ ચુકાદો આપતા આરોપીને એક વર્ષની સજા તથા ચેક મુજબ રકમ ફરિયાદી ક્રેડિટ સોસાયટીને ચૂકવવાનો આદેશ કરેલ છે.