સ્વ. ટી.એલ. વાળા કન્યા વિદ્યાલય જૂનાગઢનું ધોરણ ૧૦ અને ધોરણ ૧૨નું જળહળતું પરિણામ આવ્યું

0


શ્રી સમસ્ત કાઠી સમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંચાલિત સ્વ. ટી.એલ. વાળા કન્યા વિદ્યાલય કાઠી કન્યા છાત્રાલયનું ધોરણ ૧૨ અને ધોરણ ૧૦નું ખૂબ જ ઝળહળતું પરિણામ આવ્યું છે. જેમાં ધોરણ ૧૨માં ત્રણ વિદ્યાર્થીની બહેનો એ-વન ગ્રેડ મેળવી અને શાળાનું નામ રોશન કર્યું છે. તેમજ ધોરણ ૧૦માં પણ વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. ગ્રામીણ વિસ્તારમાંથી આવતી બહેનો પણ આવું પરિણામ મેળવી અને સંસ્થાનું નામ રોશન કર્યું છે ત્યારે શાળાના પ્રમુખ રામબાપુ વાળા અને આચાર્ય જ્યોત્સનાબેન દુધાત્રા તેમજ સમગ્ર સ્ટાફ પરિવારે શાળાની વિદ્યાર્થીનીઓને બિરદાવી હતી તેમજ આવનારા સમયમાં આ દરેક વિદ્યાર્થીનીઓનું સન્માન કરી અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે.

error: Content is protected !!